તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં ગણેશ મહોત્સવના બે રંગ, ક્યાકં વિસર્જન તો ક્યાંક અન્નકુટ ધરાવાઇ રહ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ: દેવાધિદેવ મહાદેવ પુત્ર ગણેશજીના મહોત્સવનો રંગ લોકો પર બરાબરનો ચડ્યો છે, ત્યારે જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં દૂંદાળાદેવની પ્રતિમાઓનું સ્થાપન અને વિર્સજનની વિધિઓ ચાલી રહી છે. કયાંક ગણપતિને અન્નકુટ ધરાવાઇ રહ્યો છે. તો ક્યાંક તેમને ભાવભરી વિદાય અપાઇ રહી છે. ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે કે, અમારા વિઘ્નો દુર કરવા હે ગજાનન આવતા વર્ષે તમે જલદી જલદી પાછા પધારજો. ભુજમાં લોકો ગણેશ વિસર્જન ભલે પોતપોતાની રીતે ત્રીજે, પાંચમે, સાતમે, નવમે કે અગિયારમે દિવસે કરે, પરંતુ નગરપાલિકા દ્વારા દરેક પાસેથી એકઠા કરાયેલા ગણપતિનું વિસર્જન છેક અગિયારમાં દિવસે જ કરવામાં આવશે.હિન્દુ ધર્મમાં ભાદરવાની ચોથના ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે અને ભક્તિભાવથી ત્રીજે, પાંચમે, સાતમે, નવમે અને દસમે દિવસે વિસર્જન કરવાનો ધાર્મિક રિવાજ છે.
સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને દરિયામાં મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા ગોઠવી છે
આમ તો શાસ્ત્રોમાં ક્યાંય પીઓપી ગણેશ મૂર્તિની સ્થાપનાનો ઉલ્લેખ નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પીઓપી મૂર્તિઓનું ચલણ વધ્યું છે. જે પીઓપી મૂર્તિનું તળાવ અને નદીમાં વિસર્જન કરવાથી પાણી અને જળચળજીવસૃષ્ટિને ભારે નુકશાન પહોંચતો હોવાનો પર્યાવરણવાદીઓનો મત છે. જેના પગલે સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને દરિયામાં મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા ગોઠવી છે. જેમાં ભુજ નગરપાલિકા પણ જોડાઇ છે અને દરેક પાસેથી મૂર્તિ એકઠી કરી અગિયારમાં દિવસે માંડવીના દરિયામાં બધી મૂર્તિ વિસર્જન કરવાનું આયોજન કર્યું છે. જેથી લોકો દ્વારા ભલે ત્રીજે, પાંચમે, સાતમે, નવમે કે અગિયારમે દિવસે મૂર્તિ વિસર્જન કરાતું હોય પરંતુ તેમની મૂર્તિઓનું દરિયામાં વિસર્જન તો અગિયારમાં દિવસે જ થશે ! એટલા દિવસ ગણેશ દેવ પૂજા, અર્ચના અને આરતી વિના જ રહેશે.

પ્રતિક વિસર્જન કરાવી દેવાય છે
ભુજના નગરપાલિકાના સૂત્રોએ કહ્યું હતું કે, હમીરસર તળાવ પાસે ટ્રોલી રખાઇ છે. તળાવમાં મૂર્તિ વિસર્જન કરવા આવનારા પાસેથી પ્રતિકાત્મક રીતે તળાવમાં મૂર્તિ વિસર્જનની વિધી થઇ ગયા બાદ મૂર્તિઓ લઇ લેવામાં આવે છે. જે મૂર્તિઓને ભાદરવા ચોથથી અગિયારમાં દિવસે દરિયામાં વિસર્જિત કરવામાં આવશે.

આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો