તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને થતા અન્યાય મુદ્દે કોંગ્રેસ દ્વારા ભુજમાં ચક્કાજામ : 50 કાર્યકરોની અટક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: ભાજપના શાસનમાં ખેડૂતો પર વધતા જતા અત્યાચાર સંદર્ભે જિલ્લા કોંગ્રેસે ભુજ ખાતે દેખાવો યોજીને ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોને ન્યાય મળે અને લેણા માફી સહિતની માંગ સાથે કોંગ્રેસ કાર્યકરો જ્યુબિલી સર્કલ પાસે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજ્યા હતા. પોલીસે 50 જેટલા કોંગ્રેસીની અટકાયત કરી હતી.

 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લીધે દેશના અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો આર્થિક બહાલી તરફ ધકેલાઈ રહ્યા છે. ગુજરાતમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ મોટા ઉદ્યોગપતિઓને માલામાલ કર્યા છે, જ્યારે ખેડૂતો અને ગામડાઓને વિકાસથી વંચિત રાખ્યા છે. 

ખાતર, ડીઝલ પર ઉંચો વેટ વસૂલ કરી ખેડૂત માટે ખેતી મોંઘી કરી મૂકી છે. ખેડૂતોને અપાતી વીજળીમાં સતત ઘટાડો, વીજળી વેચી નફો કરાય, પણ ખેડૂત વીજળી વગર ટળવળે છે. કપાસ, મગફળી, ડુંગળી, બટેટા જેવા પાકોમાં ટેકાના ભાવો ન આપીને ખેડૂતો રાતાપાણીએ રઈ રહ્યા છે. તાજેતરમાં મધ્યપ્રદેશમાં ગોળીબારમાં પાંચ ખેડૂતોનાં મોત છતાં મોદી સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. 

દેખાવોમાં પ્રદેશમંત્રી આદમ ચાકી, રસીક ઠક્કર, જયવીરસિંહ જાડેજા, હરેશ આહિર, અમીરઅલી લોઢિયા, કલ્પનાબેન જોષી, દેવરાજ મ્યાત્રા, ઈલિયાસ ઘાંચી, અરજણ ભુડિયા, હઠુભા સોઢા, રમેશ ધોળુ, રફીક મારા, પ્રાણલાલ નામોરી, સામજી આહિર, રાજેન્દ્રસિંહ જાડેજા, હમીદ ભટ્ટી, ઘનશ્યામસિંહ ભાટી, ગોવિંદ પટેલ, પ્રેમજી પટેલ, નાનજી ભુડિયા, કાનજી ભુવા, હિરજી રાબડિયા, શિવજી મેપાણી, દેવશી હાલાઈ, જાદવજી વેકરિયા,માલશી માતંગ, રામજી દાફડા, મુસ્તાક હિંગોરજા, ગની કુંભાર સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
 
અન્ય સમાચારો પણ છે...