તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી મહિલાાએ રૂપિયા ઉપાડવા 9 કલાક બગાડ્યા તો પણ સરકારના નિર્ણયને સમર્થન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: ઇંગ્લેન્ડથી ભારત ફરવા આવેલી નીના કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને સમર્થન આપે છે, પરંતુ કાયદાને કારણે નાના લોકો વધુ હાલાકી ભોગવે છે તેનાથી દુ:ખી છે. ભુજની બજારમાં ખરીદી માટે નીકળેલી નીના કહે છે કે, મને રૂા. 2000 ઉપાડવા માટે એટીએમમાં 9 કલાક બગાડવા પડ્યા, જેને કારણે મારું ફરવાનું પ્લાનિંગ ફરી ગયું અને મને ભારતમાં એવા પણ અનુભવ થયા કે, રૂા. 5000 આપો તમને લાઇનમાં ઉભા નહીં રહેવું પડે મને તેના બદલામાં રૂા. 1000 આપી દે જો, લોકોની આવી માનસિકતાથી નવાઇ લાગી. લોકોને થતી હાલાકી જોઇ દુ:ખ થાય છે, તેમાંય ઘણી જગ્યાએ નોટબંધીને કારણે આત્મહત્યાના બનાવો બને છે, તે સાંભળી હચમચી જાઉં છું.

કારણ કે, હું સ્પષ્ટપણે એવું માનું છું કે કોઇ પણ કાયદો એવો ન હોઇ શકે જેના કારણે લોકોને મોત સુધી લઇ જાય. સરકારે સામાન્ય જનતા માટે કંઇક એવી જોગવાઇ કરવી જોઇએ, જેથી અંતિમ પગલાં સુધી ન જાય, સામે લોકોએ પણ સરકારના આ ઐતિહાસિક નિર્ણયની સફળતા માટે નીતિઓ બદલવી જોઇએ અને લાલચને લઇ કાળા બજારિયાઓને મદદ ન કરવી જોઇએ. હું અવાર નવાર કચ્છ આવું છું, એટલે મને તકલીફ જરૂર પડી છે, પણ લેવાયેલા નિર્ણયનું સમર્થન કરું છું.
વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...