• Gujarati News
  • That Will Be Set To Inherit Her Husband's Suicide At Kapaya Villege

કપાયામાં પતિએ વતન તરફ સેટ થવાના પાડતાં પત્નીનો આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એકની એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી
- જામનગર તરફ સંબંધીઓ રહેતા હોવાથી પરિણીતાને કચ્છમાં ફાવતું નથી!

ગાંધીધામ : દ્વારકાના મીઠાપુરનું દંપતી છેલ્લા ઘણા સમયથી નોકરી અર્થે મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે સ્થાયી થયા હતા, પરંતુ પોતાના સંબંધીઓ બધા જામનગર તરફ જ રહેતા હોવાથી પરિણીતાને કચ્છમાં ફાવતું ન હતું, જેથી પતિને વતન તરફ સેટ થઇ જવા સતત પ્રેસર કરતી હતી. તેવામાં ગઇકાલે પતિએ ધસીને ના પાડી દેતાં લાગી આવતાં મહિલાએ રસોડાંની બારીમાં ફાંસો ખાઇ લીધો હતો. મહિલાના અકાળે મોતથી એકની એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

મુન્દ્રા પોલીસના જણાવ્યા અનુસાર, દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ગામના મેહૂલ પાનખણિયાને છેલ્લા થોડા વર્ષોથી મોટા કપાયા નજીકની જીંદાલ કંપનીમાં નોકરી મળતાં પત્ની અલ્પાબેન (35) સાથે રહેવા ચાલ્યો આવ્યો હતો, પરંતુ અલ્પાબેનને કચ્છમાં ફાવતું ન હોવાથી તે વારંવાર પતિને જામનગર તરફ નોકરી શોધી લેવા જણાવતી હતી. પતિ પણ પત્નીના કારણે નોકરીની ફિરાકમાં હતો, પરંતુ ક્યાંય સારી ઓફર મળતી ન હોવાથી જીંદાલમાં જ નોકરી યથાવત રાખી હતી. આ મુદે ફરી એકવાર અલ્પાબેને જામનગર તરફ જવાની હઠ પકડી હતી.
બાળકી રડવા લાગતાં પતિ જાગ્યો ને ખબર પડી
સૂત્રોનું માનીએ, તો મેહૂલભાઇ અને 10 માસની વ્હાલસોયી પુત્રી સૂઇ ગયા બાદ પરિણીતાએ આત્મઘાતી પગલું ભર્યું હતું. અચાનક 3:30 વાગ્યાના અરસામાં બાળકી ભૂખી થતાં રડવા લાગી હતી અને રડવા માંડી હતી, જેથી મેહૂલભાઇ જાગ્યા હતા અને બાજુમાં જોયું તો પત્ની ધ્યાનમાં ન આવતાં ઊભા થયા હતા અને આત્મઘાતી પગલું ભરી લીધાની જાણ થઇ હતી.