તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા: સ્કૂલે જવુ હોય તો ગટરના ગંદા- ગંધાતા ગોઠણભેર પાણીમાંથી જ પસાર થવુ પડે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા:મહેસાણાના પરામાં અંબાજી માતાના મંદિર પાછળ પ્રદૂષણ પરાનાં 15 જેટલાં છાપરાં વચ્ચેના માર્ગો પર પરા વિસ્તારની ઊભરાયેલી ગટરોનું પાણી ભરાઈ જતાં છેલ્લા 10 દિવસથી રોગચાળો ફેલાવાની દહેશત સાથે પરિવારજનો મુશ્કેલીમાં મૂકાઈ ગયાં છે.6 પરિવારનાં બાળકોને તો સ્કૂલમાં જવા પણ આ ગંદા પાણીમાંથી જ પસાર થવું પડે છે. મહેસાણાના પરા વિસ્તારમાં પરા હાઈસ્કૂલ આગળ તેમજ અન્ય ગટરની કુંડીઓ ઊભરાતી હોઈ ઉભરાયેલું ગંદું પાણી વહીને અંબાજી માતાના મંદિર પાછળ આવેલા પ્રદૂષણ પરામાં ભરાય છે. પ્રદૂષણ પરામાં રોડની એક બાજુના ભાગમાં એટલે કે 15 જેટલાં છાપરાંના માર્ગો પર આ ગંદુ પાણી ભરાઈ જતાં છેલ્લા 10 દિવસથી રહીશો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.
અહીં પાણી ભરવા માટે મૂકાયેલા નળની આસપાસ પણ ગંદુ પાણી ભરાઈ ગયું હોઈ તમામ પરિવારોને પાણી ભરવા આ ગંદા પાણીમાં જ જવું પડે છે. રહીશ મોરારીભાઈ પરમાર સહિતે જણાવ્યું હતું કે, છ પરિવાર તો એવા છે જેને ઘરેથી બહાર જવું હોય તો ફરજીયાત ગંદા પાણીમાંથી જ પસાર થવું પડે. આ છ પરિવારમાં 10થી વધુ નાનાં બાળકોને શાળાએ જવા પણ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ગંદકી અને દૂર્ગધ ઉપરાંત અા ગંદા પાણીના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો હોઈ લોકો બિમાર થઈ રહ્યા છે. આ બાબતે રહીશોએ અઠવાડિયા અગાઉ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. જે બાદ નગરસેવકોએ મુલાકાત પણ લીધી હતી પરંતુ સમસ્યા હલ ન થઈ હોવાનો આક્રોશ રહીશોએ વ્યક્ત કર્યો હતો.

ચાર દિવસથી ગટરની સફાઈનું કામ ચાલુ છે : નગરસેવક
સ્થાનિક નગરસેવક અને શાસક પક્ષના નેતા રમેશભાઈ ભૂરીએ જણાવ્યું હતું કે, ગટર શાખા કર્મચારીઓ ચાર દિવસથી ગટરલાઈનની સફાઈ કરવાનું કામ કરી રહ્યા છે. પરંતુ લાઈન ચોકઅપ થઈ ગઈ હોઈ નવી લાઈન નાખવા માટે જરૂરી કાર્યવાહી પાલિકા હાથ ધરશે. હંગામી ધોરણે જેટલું બને તેટલું ઝડપી જેટીંગ મશીનથી લાઈનોની સફાઈ કરીશું. મે જાતે આ વિસ્તારની મુલાકાત લઈ અહીં ભરાયેલું પાણી પણ ખાલી કરાવ્યું હતું, પરંતુ ફરીથી ભરાઈ જાય છે. દવાઓનો છંટકાવ પણ કરાવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો