કળા એ આપણી સંસ્કૃતિ છે, ફોટોગ્રાફર ક્ષણને જીવંત રાખે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખોંદ: રોટરેક્ટ ક્લબ ઓફ અંજાર દ્વારા તાજેતરમાં રાજ્યસ્તરની ‘તસ્વીર 2017’ ફોટોગ્રાફી સ્પર્ધા જાહેર કરાઈ હતી.જેની ચુનિંદા ટોપ 30 તસ્વીરોનું મંગળવારે અંજાર ખાતે ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું હતું,જેને મોટી સંખ્યામાં શહેરીજનોએ માણ્યું હતું.

ફોટો એક્ઝિબિશન મહેમાનોના હસ્તે ખુલ્લું મુકાયું

ફોટો એક્ઝિબિશનનું દિપ પ્રાગટ્ય સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રોટરીના આસિસ્ટન્ટ ગવર્નર રાજા દક્ષિણી,અંજારના પ્રમુખ ધર્મેશ ઠક્કર, ભાસ્કરના રોનક ગજ્જર, આરસીસીના ફારૂક ખત્રીના હસ્તે કરાયું હતું. ત્યારબાદ ફોટો એક્ઝિબિશન મહેમાનોના હસ્તે ખુલ્લું મુકાયું હતું. રોટરી હોલ અંજાર ખાતે યોજાયેલ રાજ્ય સ્તરની સ્પર્ધાના પ્રથમ વિજેતા દિનેશ પરમારની સાપ પર બેઠેલ માખીની તસ્વીર પ્રથમ રહી હતી.

ટોપ 30 તસ્વીરોનું પ્રદર્શન પણ યોજાયું

વિનોદ નિમાવતની ધુળેટીની રંગબેરંગી તસ્વીર દ્વિતીય અને ઝંખન છાયાની સ્થાપત્ય નજીક ઉડતા પક્ષીઓની તસ્વીરએ તૃતીય સ્થાન મેળવ્યું હતું.વિજેતાઓમાં પ્રથમને 10,000,દ્વિતીય ને 5000 અને તૃતીયને 3000નું રોકડ ઇનામ અપાયું હતું. આ સાથો સાથ ચુનિંદા ટોપ 30 તસ્વીરોનું પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં ગુજરાતની સંસ્કૃતિ, સ્થાપત્ય અને વાઇલ્ડલાઇફ ચમકી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ફોટોગ્રાફર છબીકળા દ્વારા ક્ષણને જીવંત રાખે છે....
અન્ય સમાચારો પણ છે...