તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘પાકને ભારે પડનારી વીરાંગનાઓની ભૂમિ પર આવી છું’: સ્મૃતિ ઇરાની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ: ભુજમાં શનિવારે ટેક્સટાઇલ્સ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે નવનિયુક્ત મહિલા સરપંચોના સન્માન અને હસ્તકલા કારીગર ઓળખપત્ર વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં તેમણે પ્રારંભિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મારું સૌભાગ્ય છે કે, હું એ ધરતી પર આવી છું, જેની બહેનોએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા થતા બોમ્બમારા વચ્ચે માત્ર 2 દિવસમાં એરપોર્ટને પુન: ધબકતું કરી પાકિસ્તાનના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું હતું અને વીરાંગનાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

કચ્છની ટેક્સટાઇલ કંપની દેશની સૌથી મોટી કંપની તરીકે ઉભરી આવી

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વધુમાં કહ્યું હતું કે, 2001ના ભૂકંપ બાદ કચ્છના લોક કદી ઉભા નહીં થાય એવો ભય વિશ્વમાં ફેલાયો, પરંતુ એવા ભયભીત લોકોને ખબર ન હતી કે, કચ્છીઓમાં સપના સાકાર કરવાની તાકાત છે. કચ્છને પુન: બેઠું કરવા એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉદ્યોગપતિઓને કચ્છમાં સાહસ કરવા કહ્યું હતું અને ભૂકંપ બાદ કચ્છ વિશે તેમની સમજણ બદલતા કહ્યું હતું કે, કચ્છના લોકોના સખત પરિશ્રમનો ફાયદો ઉદ્યોગોને મળશે. કચ્છમાં ભૂકંપ બાદ સ્થપાયેલી વેલસ્પન ટેક્સટાઇલ કંપની આજે દેશની સૌથી મોટી કંપની તરીકે ઉભરી આવી છે.

સ્મૃતિ ઇરાનીએ હેન્ડિક્રાફ્ટના 5 દિવસીય પ્રદર્શનનું કર્યું ઉદઘાટન

કેન્દ્રીય મંત્રીએ આ પહેલા ભુજહાટમાં હેન્ડિક્રાફ્ટ વિભાગના પાંચ દિવસીય પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ નવનિયુક્ત સરપંચોને ખાસ કરીને મહિલા સરપંચોને સન્માનાયા હતા. કારીગરોને ઓળખકાર્ડનું વિતરણ કરાયું હતું. પ્રારંભમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન જયંત માધાપરિયાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યે સ્વચ્છ ભારત મિશનમાં મહિલાઓની જાગૃતતાની વાત કરી હતી. સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરકારની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો, રાજ્ય સરકાર દ્વારા કારીગરોને મળતી સહાયની જાણકારી આપી....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો