તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘કચ્છનો ઝડપી ઔદ્યોગિક વિકાસ PM મોદીના કારણે શક્ય બન્યો’: સ્મૃતિ ઇરાની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજાર: કચ્છ જેવો પ્રાંત આજે ઔદ્યોગિક રીતે આટલો ઝડપી વિકાસ પામશે તેવું થોડા સમય પહેલાં કોઇએ વિચાર્યું ન હતું, પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દુરંદેશીને કારણે આજે શક્ય બન્યું છે, તેવું કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ અંજાર પાસે આવેલી વેલસ્પન કંપનીમાં શરૂ થનારા એડવાન્સ ટેક્સટાઇલ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું.

ઇરાનીના હસ્તે એડવાન્સ ટેક્સટાઇલ યુનિટનું ઉદઘાટન

250 કરોડના રોકાણ સાથે શરૂ કરવામાં આવનારા એડવાન્સ ટેક્સટાઇલ પ્લાન્ટના ઉદઘાટન બાદ તેમણે આપેલા વકતવ્યમાં જણાવ્યું કે, સ્થાનિક લોકોને રોજગારી અને વિકાસમાં સહભાગી બનાવીને જ કચ્છ અને દેશનો વિકાસ શક્ય છે. તેમણે સાથે એમ પણ જણાવ્યું કે, કચ્છમાં જ્યાં પાણી જેવો કુદરતી સંપત્તિ ખૂબ જ કિંમતી છે, ત્યાં સ્ત્રોતોને વેડફ્યા વિના અને હાનિ પહોંચાડ્યા વિના હાંસલ કરાયેલા વિકાસનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. કંપનીના મેમોરિયલ હોલમાં યોજાયેલા કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કારાઇ હતી, બાદમાં દિવ્યાંગ બાળકોએ કૃષ્ણલીલા ભજવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પર ભરોસો: બી.કે. ગોયેન્કા

આ પ્રસંગે કંપનીના ચેરમેન બી.કે. ગોયેન્કાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના વિઝન અને તેમના વિશ્વાસે તેઓએ અંજારમાં 10 હજાર કરોડનું રોકાણ કર્યું અને આજે રોકેલો એક એક રૂપિયો એક-એક ડોલર જેટલો નફો આપી રહ્યો છે. તેમણે મોદીની સ્કિલ્ડ ઇન્ડિયા વિશે જણાવ્યું કે, મોદીના સ્કિલ્ડ ઇન્ડિયાથી પ્રભાવિત થઇ તેમણે 2 વર્ષમાં 17 હજાર યુવાનને વિવિધ તાલીમ આપી સ્વનિર્ભર કર્યા છે અને આવનારા સમયમાં કચ્છ સહિત અન્ય જગ્યાએ 25 હજાર લોકોને તાલીમ આપવાનું લક્ષ્ય તાક્યું છે.

તેમણે પોતાની કંપની નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને મહિલાના સ્વનિર્ભરતા માટે પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું. આખરે તેમણે જણાવ્યું કે, આજે કંપનીની ઓળખાણ કચ્છથી છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા, સંસદીય સચિવ વાસણભાઇ આહિર, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, કલેક્ટર મુકુલ ગાંધી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો