માંડવી બીચ પર 74 લાખના કામોનું લોકાર્પણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નાના ધંધાદારીઓએ વિરોધ દર્શાવી અડધો દિવસ બંધ પાળ્યો
- રાજ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ
માંડવી: માંડવીના સૌંદર્ય સમાન બીચ પર સહેલાણીઓની સુવિધા માટે 74 લાખના ખર્ચે રિફ્રેશમેન્ટ અને કાફેટેરિયાનું લોકાર્પણ રાજ્યમંત્રીના હસ્તે કરાયું હતું. જોકે, આ તકે નાના ધંધાર્થીઓને હટાવતા વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના સહયોગથી 74 લાખના ખર્ચે 21 મહિલા માટે અને 21 પુરૂષ માટે આધુનિક રિફ્રેશમેન્ટને તારાચંદ છેડાએ પ્રવાસીઓ માટે ખુલ્લો મુક્યા હતા. આ પ્રસંગે તેમણે સહેલાણીઓ માટે પાર્કિંગની સમસ્યા માથાનો દુ:ખાવા સમાન હોવાથી ફોરેસ્ટ પાસે જમીન માગવામાં આવી હોવાનું કહ્યું હતું.

કાફેટેરિયાને જિ. પં.ના પ્રમુખ ત્રિકમ છાંગા દ્વારા ખુલ્લો મુકાયો હતો, જેમાં પ્રવાસીઓને ફાસ્ટફૂડ પીરસવામાં આવશે. ટૂંક સમયમાં લીલીઝંડી મળતાં તેનો પ્રારંભ કરવામાં આવશે. બીજી બાજુ બીચ ઉપર હરતા-ફરતા નાળિયેરના ધંધાર્થીઓ, દાબેલી, ગોલા, મકાઈ સહિત 40થી 50 નાના વેપારીની સુધરાઈએ હાથગાડી અને સામાન જપ્ત કરી લેતાં લોકાર્પણના અવસરે અડધો દિવસ તમામ ધંધાદારીઓએ પોતાનું કામકાજ બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં આગેવાની વિપક્ષી નેતા અને પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીએ લીધી હતી. જોકે, મામલતદારે સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપતાં મામલો શાંત થયો હતો.
- રિફ્રેશમેન્ટમાં સ્નાન માટે રૂ. 20 નક્કી કરાયા

બીચ ખાતે સુધરાઈ સંચાલિત પ્રાથમિક તબક્કામાં વેકેશન હોવાથી પ્રવાસીઓને સુવિધા પ્રાપ્ત કરાવવા પોતે સુધરાઈ સંચાલન કરશે અને સ્નાન માટે માત્ર 20 રૂપિયા ભાવ નક્કી કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...