મારી ફુટપાથ પર શોરૂમ, પાર્કિંગ, વેપાર..! બધુ જ છે, પણ મારે ચાલવાની જગ્યા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભૂજ: શહેરોમાં રાહદારીઓને ચાલવા માટે સરકાર દ્વારા ફુટપાથ બનાવવામાં આવે છે. પરંતુ આ જ ફુટપાથ રાહદારીઓને ચાલવા માટે કામ ન લાગે અને તેના પર વેપારીઓ આઉટ લેટ આગળ લઇ જાય, ખાણી-પીણીના લારી વાળા ખડકાઇ જાય, દ્વિચક્રી વાહનો પાર્કીંગ થઇ જાય ત્યારે આવા સંજોગોમાં શહેરીજનોને ફરજીયાત રસ્તા પર ચાલવુ પડે છે. આ જ કારણસર કયારેક અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે.

 

ભુજમાં ‘દિવ્યભાસ્કર’ની ટીમે ચોતરફ રસ્તાની પડખેના ફુટપાથ પર નજર ફરાવી ત્યારે 80 ટકા ફુટપાથ પર દબાણ જોવા મળ્યું હતું. જો કે આ દબાણ રોજીંદુ કમાઇને ખાનારા કરતા ફુટપાથની પાછળ લાખો રૂપીયા ખર્ચીને ખરીદેલા શોરૂમના માલિકોએ જ કરેલુ જોવા મળ્યું હતું. રેડીમેડ ગાર્મેન્ટ શોરૂમ વાળાઓએ તેમના મેનીક્વિન બહાર ગોઠવ્યા હતા તો અમુક વેપારીઓ પ્રખ્યાત બ્રાન્ડની આઇટમ ફુટપાથ પર મુકીને ડિસ્પલે માટે દબાણ કરી નાખ્યું છે. તો દુકાનોની બહાર વેપારીઓના વાહનનું પાર્કિંગ તો સામાન્ય બન્યું છે.

 

શોરૂમની પોતાની હદ જે ભાડા અને સુધરાઇના નિયત નકશા મુજબ હોઇ જોઇએ તેના બદલે બહાર પગથીયા પણ અનેક કોમ્પલેક્ષની બહાર જોવા મળ્યા હતા. ગુજરાત રાજયના બાંધકામ માટેના નિયમ મુજબ જે તે દુકાન કે કોમ્પલેક્ષનું બાંધકામ કરવામાં આવતું હોય ત્યારે પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજીયાત હોય છે પરંતુ આ નિયમને મોટાભાગના વેપારીઓ ઘોળીને પી ગયા છે. ભુજ નગરપાલિકા અને ભાડાએ આ તરફ ધ્યાન દોર્યું જ ન હોય તેવું લાગી રહ્યું છે. 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો..

અન્ય સમાચારો પણ છે...