તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘માનવતાના આ કલંકિત અપરાધીઓને દેખો ત્યાં ઠાર કરો’: કચ્છમાં આક્રોશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: બાબા બર્ફાનીના દર્શને ગયેલા યાત્રિકો પર આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાને લીધે જીવ ગુમાવનારા યાત્રિકો માટે કચ્છભરમાં આક્રોશ સાથે વિરોધ પ્રદર્શિત કરાયો હતો સાથે-સાથે ભોગગ્રસ્તોને સંવેદનાપૂર્ણ અંજલિ અપાઇ હતી.
 
સરકારને કડકમાં કડક પગલાં ભરવા જણાવ્યું

ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાપાક આતંકીઓના કૃત્યને વખોડી કાઢી આક્રોશ વ્યક્ત કરાયો હતો. વીએચપીના મંત્રી હરેશ પુરોહિતે માનવતાના આ કલંકિત અપરાધીઓને દેખો ત્યાં ઠારની નીતિથી જ જવાબ દેવાની માંગ ઉઠાવી હતી. તેમણે સરકારને કડકમાં કડક પગલાં ભરવા જણાવ્યું હતું. આક્રોશ રેલીમાં ઉપસ્થિત રહેલા માંડવીના હિન્દુ યુવા સંગઠનના રઘુવિરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હિન્દુ યાત્રાળુઓને લશ્કરના રક્ષણ હેઠળ યાત્રા કરવી પડે છે જ્યારે હજયાત્રીઓને તો સબસીડી અપાઇને અહીંથી મોકલાય છે.
 
વિશ્વાસને લીધે જ આ યાત્રા યથાવત

રાપરના ધારાસભ્ય પંકજ મહેતાએ પણ આતંકી હુમલામાં જીવ ખોનારા શ્રદ્ધાળુઓને અંજલિ આપી ઉમેર્યું હતું કે, આ દુ:ખદ ઘટના પછી પણ અમરનાથ યાત્રાના ભાવિકોની આસ્થા, હિંમત અને સુરક્ષા વ્યવસ્થામાં જળવાઇ રહેલા વિશ્વાસને લીધે જ આ યાત્રા યથાવત રહી છે. વરસામેડીમાં ‘કોંગ્રેસ આપને દ્વાર’ અંતર્ગત લોકસંપર્ક સભા યોજાઇ હતી જેમાં ભોગ બનેલા યાત્રિકો માટે બે મિનિટનું મૌન પળાયું હતું.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ધ્વજ બાળી, રેલી કાઢી અાતંકી ઘટનાનો વિરોધ કરાયો....
અન્ય સમાચારો પણ છે...