• Gujarati News
  • Bhuj Mandvi Highway Work Likely To Be Granted 25 Million

ભુજ-માંડવી હાઇવેના કામ માટે 25 કરોડ મંજૂર થાય તેવી શક્યતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રસ્તાનું કામ મજબૂત થાય તેના માટે લોકોને જાગૃત રહેવા સલાહ
- ગઢશીશા-હાલાપર રોડના કામનો થયો આરંભ
ભુજ: ભુજ-માંડવી જતા હાઇવેને વધુ પહોળો કરવા માટે 25 કરોડની રકમ ટૂંક સમયમાં ફાળવાશે, તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. ગઢશીશા-મઉ-હાલાપર રોડના કામનો આરંભ કરાયો હતો, તે વેળાએ આવી જાહેરાત થઇ હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી તારાચંદ છેડાએ અહીંના મહેનતકશ, બુદ્ધિ ચાતુર્યવાળા પ્રજાજનોની વિકાસની ખેવનાને બિરદાવતાં આવા જનસુખાકારીના કામોમાં ગુણવત્તા જળવાય અને સૂચારુપથ યથનિર્માણ થાય તે માટે સૂજ્ઞજનોને અંગત દેખરેખ ધ્યાન આપવા આહવાન કર્યું હતું.

તેમણે ભુજથી માંડવી મુખ્ય માર્ગને ડબલ કરવાના કામની, પાણીના ભરાવાવાળા ભાગોમાં સિમેન્ટથી મજબૂતીકરણ, પુલિયાના હાથ ધરાયેલા કામોની વાત કરતાં હજુ વધુને વધુ રસ્તાની મજબૂતી, સુવિધાવાળો અદ્યતન થાય, તે માટે વિશેષ 20થી 25 કરોડની ગ્રાન્ટની વ્યવસ્થા માટે કરેલા પ્રયાસો આગામી સમયમાં ફળીભૂત થઇને રહેવાની આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મંગલ દાદા, જિ. શિક્ષણ સમિતિના કેશુભાઇ પારસિયા, તાલુકા પંચાયત પ્રમુખ ચંદુભાઇ વાડિયા, માંડવી તાલુકા ભાજપા પ્રમુખ અમૂલભાઇ દેઢિયા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.