તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

25 લાખના ખર્ચે રિનોવેશન કરેલ શિવાજી પાર્ક બની રહ્યો છે ઉજ્જડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ: ગાંધીધામ શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલા શિવાજી પાર્કનું ગત બોડી વખતે અંદાજે 25 લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. લોકોની સુવિધા માટે ઉભું કરવામાં આવેલા આ બગીચામાં વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. હાલ આ પૈકીના કેટલાક સાધનો કાટ ખાય તેવી સ્થિતિમાં મુકાઇ ગયા છે. કેટલાક વૃક્ષને પણ અસર થઇ હોય તેવી પણ ફરિયાદ પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે. 


પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે જે પગલા ભરવામાં આવે છે તેમાં કેટલાક કિસ્સામાં જોવામાં આવે તો વાદ-વિવાદ પણ થઇ રહ્યા છે. લોક સુવિધાના કામોમાં ફરિયાદ પણ ઉઠે છે ત્યારે બીજી તરફ જોવામાં આવે તો નગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા શિવાજી પાર્કની કાયા પલટ કરવા માટે પાલિકાની ગત વખતની બોડી દ્વારા પગલા ભરવામાં આવ્યા હતા. અંદાજે 25 લાખના ખર્ચે નવા સાધનો વસાવાયા પછી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરીને લોકોને હરવા- ફરવા માટે અગત્યનું સ્થાન બની રહે તે માટે કરવામાં આવેલી કાર્યવાહીમાં બગીચાની શકલ બદલવા માટે વિવિધ પગલા ભરવામાં આવ્યા હતા.

 

લાખો રૂપિયાનો ખર્ચ કરીને લોકોને એક સારી સુવિધા આપવા માટે પગલા ભરવામાં આવ્યા હતા. દરમિયાન કોન્ટ્રાક્ટ બેઝથી અપાયેલા આ બગીચામાં હિંચતા સહિતના કેટલાક સાધનો કાટ ખાઇ રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.  બગીચામાં મહેંદીને પણ ક્યાંક નુકશાન થયું હોવાની ફરિયાદ ઉઠી રહી છે.  

અન્ય સમાચારો પણ છે...