રાપર તાલુકા પંચાયતમાં રોજ થાય છે ખુરશીની અદલાબદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર: રાપર તાલુકા પંચાયતમાં પોતાના કામો માટે આવતા લોકોને ખુરશીમાં રોજ અદલાબદલીના ખેલને કારણે કયા કામ માટે કોને મળવું તેની ભારે મુંજવણમાંથી પસાર થવું પડે છે, જેથી હાલાકી ભોગવતા પ્રજાજનોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

 રાપર તાલુકા પંચાયતમાં વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી રહેલા અધિકારીઓની બદલી નથી થતી પરંતુ જુદી જુદી શાખાઓમાં રોજેરોજ ટેબલો બદલતી હોય તેમ લોકો લેખિત રજુઆત કરવા આવે ત્યારે એક કર્મચારી હોય અને લેખિત રજુઆતનો ઉકેલ આવ્યો કે નહી તેની તપાસ કરવા આવે ત્યારે બીજો જ કર્મચારી હોય છે, જેથી લોકોને સમજણ નથી પડતી કે કોની પાસેથી કામ લેવાનું છે.

કેમ કે, નવો કર્મચારી લેખિત અરજી બાબતે અજાણતા વ્યક્ત કરતો હોય છે અને અગાઉના કર્મચારીને મળીને તપાસ કરો એવો જવાબ આપતો હોય છે. અકળાયેલા લોકો ઉશ્કેરાઇ જાય તો કર્મચારી ઉધ્ધત અને ઉડાઉ જવાબ આપતા કહે છે કે, જેને ફરિયાદ કરવી હોય તેને કરો અમારું કોઇ કાઇ બગાડી નહી લે. કેટલાક કર્મચારીઓ તો પોતાને જ ટીડીઓ સમજી લે છે અને ડીડીઓ સુધી પહોંચ હોવાની બડાસ મારતા રહે છે.
 
અન્ય સમાચારો પણ છે...