તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતના આ ગામને ક્યારે નડયો નથી દુકાળ, મોદીએ પણ લીધી હતી નોંધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ:  ભુજ તાલુકાના સુખપર ગામમાં 3000 મકાન અને 25,000ની વસતી છે.આ ગામમાં વડીલો દ્વારા શરૂ કરવામાં આવેલી વરસાદી પાણીના સંગ્રહની 70 વર્ષ જુની પરંપરા આજે પણ નિભાવે છે ગામ લોકો અને વરસાદના સમયે 10 હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી હમેંશા લીલું રહે છે.વરસાદી પાણીના સંગ્રહ માટે 5000 થી 25,000 લિટર સુધીના ટાંકા બનાવવામાં આવે છે. 
 
સરકારની અનેક યોજનાઓ હોવા છતાં કોઇપણ જાતની સહાયની અપેક્ષા વગર સંપુર્ણ સ્વાવલંબી રીતે સુખપરના લોકોએ વર્ષોની પરંપરા જાળવી છે.આ બાબતે ગામના અગ્રણીએ વધુમાં જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં હમણા કહ્યું કે પાણીની તંગી નિવારવા વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઇએ પરંતુ સુખપર ગામના લોકો તો 70 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે.

આ બાબતે સુખપર ગામના અગ્રણી રામજીભાઇ વેલાણીએ  વીગત આપતાં જણાવ્યું હતું કે,આ વરસાદી પાણીના સંગ્રહ માટે ગામની શાળાઓ,મંદિરો,સમાજવાડીઓ અને 80 ટકા મકાનોમાં બે અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવવામાં આવે છે જેમાં એક ટાંકામાં પંચાયતનું પાણી હોય છે અને બીજા ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.

વરસાદ પડતાં ધાબાનું પાણી એક ખાસ પાઇપ વાટે નીચે જે ટાંકો બનાવવામાં આવ્યો હોય તેમાં જમા થાય અને આ ટાંકામાં પાણીને ફિલ્ટર કરવા માટેની લેયર રાખવામાં આવી હોય છે અમે આ પાણીનો પીવામાં અને રસોઇમાં ઉપયોગ કરીએ છીએ.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો