તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છનો કાંઠાળ વિસ્તાર દરિયાઇ જીવસૃષ્ટિ માટે શ્રેષ્ઠ : સંશોધનો રજૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:કચ્છ યુનિવર્સિટીના સમુદ્રી સંપદાની જાળવણી, ઉપયોગીતા અને ભાવિ અંગે યોજાયેલા પરિસંવાદના બીજા દિવસે ભારતભરમાંથી આવેલા તજજ્ઞોએ તેમના સંશોધનો રજૂ કર્યા તથા કચ્છના કાંઠાળ વિસ્તારના દરિયાઇ જીવના સંવર્ધન માટે શ્રેષ્ઠ ગણાવ્યો હતો. ગુજરાત ઇકોલોજી કમિશન અને ગાઇડ દ્વારા આયોજીત પરિસંવાદમાં કુલ 180 જેટલા સંશોધકો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ તેમજ કચ્છની દરિયાઇ વિસ્તારના લોકોએ ભાગ લીધો હતો.
-ગાઇડ આયોજિત દ્વિ-દિવસીય રાષ્ટ્રીય સેમિનારના સમાપને તજજ્ઞોએ વ્યક્ત કર્યું મંતવ્ય
ચેન્નાઇના એમએસ સ્વામીનાથન રીસર્સ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સેલ્વમ, ડો. ધર્મેન્દ્ર શાહ, સાઉથગુજરાત યુનિ., કેરાલા યુનિ., કાઝરીના વડા ડો. દેવીદયાલ સહિતના 20 જેટલા તજજ્ઞોએ દરિયાઇ જીવ સંશાધનો અને તેમની સાતત્યપૂર્ણ વ્યવસ્થાપન, મત્સ્યોદ્યોગમાં વિકાસ, જલીયજીવોની પર્યાવરણીય અને સ્વાસ્થ્ય પર અસર ચર્ચા કરવામાં આવી હતી, તો ડો. ધર્મેન્દ્ર શાહે ચેરિયા અને તેના સંવર્ધન અંગે જાણકારી આપી હતી.
ગુજરાતના 1620 કિમી લાંબા દરિયાઇ કાંઠામાંથી કચ્છ અને જામનગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચેરિયાના જંગલો આવેલા છે, જે જીવસૃષ્ટિ માટે અનુકુળ વાતાવરણ પેદા કરે છે. પર્યાવરણ શાસ્ત્રીના મતે કચ્છ અને ગુજરાતનો દરિયાઇ વિસ્તાર સરકાર દ્વારા યોગ્ય સારસંભાળ કરવામાં આવે, તો માછીમારો માટે આજીવિકાનો મોટો સ્ત્રોત બની શકે છે.
અન્ય સમાચારો પણ છે...