તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગોરમાં ફોરવ્હીલરની ટકકર વાગવાથી રાહદારીનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: ભુજ તાલુકાના નાગોર ગામે રહેતી 52 વર્ષીય દલિત મહિલા સોમવારે સાંજે દાતણ કાપી નગોર લોડાઇ રોડ પર પગે ચાલીને જતી હતી ત્યારે પાછળથી ફોરવ્હીલરના ચાલકે ટકકર મારતાં તેને ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર મળે તે પૂર્વે જ મોત આંબી ગયું હતું.


 પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાગોર ગામે દલિતવાસમાં રહેતી કાન્તાબેન પ્રેમજીભાઇ મારવાડા (ઉ.વ.52) સોમવારે સાંજના 6 વાગ્યાના અરસામાં નાગોર ગામના વણકરવાસથી લોડાઇ રોડ પર પગે ચાલીને જતી હતી, ત્યારે પુરપાટ આવતા કચ્છ વિકાસ ટ્રસ્ટ લેખેલા  ફોરવ્હીલ વાહને અડફેટમાં લેતાં તે રોડ પર ફંગોળાઇ ગઇ હતી.


ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને  તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી પરંતુ સારવાર નસીબ થાય તે પહેલા તણે અંતિમ શ્વાસ
 લીધો હતો.  ટ્રસ્ટની ગાડીએ પુરઝડપે ઠોકર મારતા મહિલા રોડ પર ફંગોળાઇ હતી જેના લીધે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. 

અન્ય સમાચારો પણ છે...