તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળાવીરાની હડપ્પીય સાઇટ પર JCBથી ખોદકામનો જમીન માલિકનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: હડપ્પીય સંસ્કૃતિના કારણે વેશ્વિક સ્તરે નામના મેળવનારા ધોળાવીરામાં આ પૌરાણિક સાઇટ પર કાળજીપૂર્વક જમીનનું ઉત્ખનન કરવાના બદલે જેસીબી મશીનોથી આડેધડ ખોદકામ કરાય છે તેવો આક્ષેપ કરતા મૂળ જમીન માલિકે જો આ બાબતે રોક નહીં લગાવાય તો અદાલતનું શરણુ લેવા ચીમકી આપી છે.
...આમ થવાના કારણે જે હેતુથી જમીન આપી છે તે મરી જાય છે-છગનભાઇ તેજા
હડપ્પીય વસાહતના કારણે જો ગામનું નામ વિશ્વમાં રોશન થતું હોવાની લાગણી સાથે પોતાની જમીન સરકારને સોંપી દેનારા મૂળ માલિકો જ્યારે જેસીબીને ફરતા જોવે છે, ત્યારે હૈયા બળીને ખાક થઇ જાય છે તેવું કહેતાં જમીન માલિક પૈકીના એક છગનભાઇ તેજા ગરવાએ આક્ષેપ કર્યો હતો કે, આમ થવાના કારણે જે હેતુથી જમીન આપી છે તે મરી જાય છે.
આ અંગે અખબારોમાં અગાઉ સમાચાર પ્રકાશિત થયા હોવા છતાં પુરાતત્ત્વ વિભાગ દ્વારા જેસીબીથી થઇ રહેલા ખોદકામ પર રોક નથી લગાવાતી.નિયમોનુસાર ઉત્ખનન કરીને જમીનમાં રહેલા ઐતિહાસિક અવશેષો બહાર કાઢવામાં આવશે તેવા આશય સાથે પોતાની આજીવિકા સમાન ખેતીની જમીન આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો