તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી કરવાની યુવાનને મળી આવી સજા, લોકોએ ઢીબી નાખતા મોતને ભેટ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: ગાંધીધામના રેલવે કોલોનીમાં ચોરીના ઈરાદે રાત્રીના સમયે ઘુસેલા શખ્સને સ્થાનિક યુવાનોએ પકડી ઢોર માર મારી ત્યાંજ ફેંકિ દિધો હતો. જેને કોઇ સારવાર ન મળતા ત્યાંજ પડી રહી તે મોતને ભેટ્યો હતો. તેના મોટા ભાઈએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શાંતિ પ્રીય ગણાતા ગાંધીધામ શહેરમાં આ પ્રકારની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી.

સ્થાનિક યુવાનોએ પકડી ઢોર માર મારવાનું શરુ કર્યું

આંતરીક સુત્રોના જણાવ્યા અનુસાર ગત મોડી રાત્રીના અરસામાં મુળ મીયાંણાના વીસીપરા ગામનો શખ્સ ગાંધીધામની રેલવે કોલોનીમાં રામલીલા મેદાન તરફથી ચોરીના ઈરાદે ગુરુવારના મોડી રાત્રે ઘુસ્યો હતો જેને સ્થાનિક યુવાનોએ જોઇ જતા તેને પકડી સ્થળ પર જ ઢોર માર મારવાનું શરુ કરી દીધુ હતુ. અર્ધ બેભાન અવસ્થામાં રહેલા યુવકને ભાન ભુલતો જોઇ ત્યાંજ મુકિ જઈ યુવકો નાસી છુટ્યા હતા.

માથાના ભાગે ગંભીર ઈજાઓ

વહેલી સવારે જ્યારે લોકોના ધ્યાને બેભાન અવસ્થામાં શખ્સ નજરે ચડ્યો ત્યારે આ અંગે 108 ને જાણ કરતા તે હોસ્પીટલ લઈ ગઈ હતી. જ્યાં તેને સારવાર મળે તે પહેલાજ તબીબે મ્રુત જાહેર કર્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે યુવકનું મોત થયાનું ખુલ્યુ હતુ. આ અંગે મ્રુતકના પરીવાર જનોને જાણ થતા તેમણે એ ડિવીઝન પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.

અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ આદરાઈ

મ્રુતકના મોટા ભાઈ કાસમ હરુણ સુમરા (રહે. વીસીપરા, મીયાંણા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેના ભાઈ વહેલી સવારે રેલવે કોલોનીમાં ગયો ત્યારે અજાણ્યા ઈસમોએ તેને ચોર સમજી માર મારી મોત નિપજાવ્યુ હતુ. પોલીસે કાયદો હાથમાં લેનારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડ્વા તપાસ આરંભી છે. દરમ્યાન આંતરીક સુત્રોએ જણાવ્યુ હતુ કે પોલીસને કોઇ ગંભીર હાલતમાં યુવક અહિ પડ્યો હોવાનું સવારે જાણ કર્યા છતા આવી ન હતી.

108ને બોલાવ્યા બાદ તેનું મોત

ત્યારબાદ સ્થાનિક વેપારી જ્યારે પોલીસ ન આવતા પોતે મથકે ગયો ત્યારે 108 ને બોલાવવા જણાવાયુ હતુ. 108ને બોલાવ્યા બાદ તેનું મોત થયાનું સામે આવતા સવારથી પોલીસને આ અંગે જાણ કરવા ચક્કર મારનાર શખ્સને પોલીસ બેસાડી દઈ સાંજે છોડ્યો હતો. ટૉળા દ્વારા માર મારી મોતના ઘાટ ઉતારવા જેવી આ પ્રકારની ઘટના ગાંધીધામ સંકુલમાં પ્રથમ વાર સામે આવવા પામી છે ત્યારે બાબત મોડી રાત સુધી ચર્ચાના એરણે ચડી હતી.
અન્ય સમાચારો પણ છે...