કચ્છમાં અષાઢના આરંભેજ મેહુલિયો જામ્યો: રાપર, નખત્રાણામાં દોઢ ઇંચ વરસાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: કચ્છમાં અષાઢીબીજનું શુકન સાચવી મંડાણ કરનાર મેઘરાજાએ અષાઢના પ્રારંભથી જમાવટ કરવાનું શરૂ કર્યું હોય તેમ સતત ચોથા દિવસે મેઘરાજાએ પશ્ચિમ થી લઇ પૂર્વના વિસ્તારોમાં વરસવાનું જારી રાખી હરખની હેલી ફેલાવી દીધી છે. બુધવારે 6 તાલુકામાં વરસાદ વરસતાં સરેરાશ દોઢ ઇંચ જેટલું પાણી પડી ગયું છે.
 
એક કલાક કરતા વધુ સમય સુધી વરસ્યો ધોધમાર વરસાદ

દુષ્કાળની મારથી પીડાતા લખપતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર વસરી હતી. બુધવારે બપોરે 4 વાગ્યા બાદ તાલુકાના મોટાભાગના ગામોમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. એક કલાક કરતા વધુ સમય સુધી વરસેલા ધોધમાર વરસાદથી દયાપરમાં 31 એમ.અેમ એેટલે કે સવા ઈંચ વરસાદ વરસતાં માર્ગો પર છુટ પાણી વહી નિકળ્યા હતા. વરસાદ વરસતાં ગરમીથી ત્રસ્ત બનેલા લોકો ન્હાવા માટે નિકળી પડયા હતા.
 
ધોધમાર વરસાદ વરસતાં લોકો ખુશખુશાલ બન્યા

તાલુકાના સિયોત, દોલતપર, મેઘપર, ઘડુલી, વિરાણી, લાખાપર, ગુનેરી, વર્માનગર, પાન્ધ્રો, સુભાષપર, બીટીયારી, કપુરાશી, કોરીયાણી, સહિતના વિસ્તારમાં એકથી દો઼ઢ ઇંચ વરસાદ વરસતાં ગ્રામ્ય વિસ્તારના તળાવોમાં ત્રણ માસ ચાલે તેટલું પાણી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. બરંદામાં દોઢ ઇંચ વરસાદ પડતાં તળાવમાં નવા નીર આવ્યા હોવાનું નવિન ઠકકરે જણાવ્યું હતું. જાડવા ઉપરાંત અબડાસાના સાંઘી, વાયોર, સહિતના ગામોમાં એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસતાં લોકો ખુશખુશાલ બન્યા હતા.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, વરસાદના પગલે ગામના તળાવમાં નવું પાણી આવ્યું...