તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીથી પ્રવાસનને ફટકો,રણોત્સવના પ્રવાસીઓમાં ઓટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: કચ્છમાં હાલમાં પ્રવાસનની સીઝન પુરબહારમાં ખીલી હોવી જોઇએ પરંતુ દિવાળી બાદ લગ્નગાળો શરૂ થવા દરમિયાન રૂપિયા 500 અને 1000ની નોટ પાછી ખેંચાઇ જતાં પ્રવાસીઓનો ધસારો જોવા જ નથી મળ્યો. દિવાળીના દિવસોમાં કચ્છના ફરવાલાયક સ્થળો તેમજ તિર્થધામો હકડેઠઠ ભીડથી ઉભરાયા હતા. જેમ નોટ બંધીનો નિર્ણય આવતાં તેમાં ઓટ આવી હતી અને હાલમાં રણોત્સવ સહિતના પ્રવાસનને અસર પહોંચી છે.

કચ્છના રણોત્સવમાં રાજય અને રાજય બહારથી લોકો સહેલગા માટે આવતા હોય છે ત્યારે આ વખતે તેમાં અસર પહોંચી છે. રાજયમાં મોટાભાગના લોકો નાણાંભીડ અનુભવી રહ્યા છે. આ સાથે સંકળાયેલા લોકોના કહેવા મુજબ રાજ્યમાં દ્વારકા, સોમનાથ, સાસણ ગીર, દીવ, કચ્છ ફરવા જતા અનેક લોકોએ પોતાનો પ્રવાસ રદ
કર્યો છે.

હોટલ, ગાડી સહિતની સુવિધાઓને પણ ઘસારો લાગ્યો છે. સામાન્ય રીતે અત્યારના સમયમાં તમામ ગેસ્ટ હાઉસ અને હોટેલ પેક રહેતા હોય છે પરંતુ વર્તમાનમાં પ્રવાસીઓને જગ્યા મળી રહે તેમ સમજાયું છે. તો કાળો ડુંગર, માંડવી બીચ, અંજાર જેસલ-તોરલમાં પણ ખાસ ભીડ વર્તાતી નથી. ધોરડોની તંબુનગરી સાથે સંકળાયેલા સુત્રોએ કહ્યું હતું કે, 12મી ડિસેમ્બર સુધી સ્લેક સીઝન છે. ત્યારબાદ પ્રવાસીઓનું બુકીંગ છે. આ ઉપરાંત ખાનગી રીસોર્ટ પણ ડિસેમ્બરમાં ધમધમે તેમ સમજાઇ રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...