તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ: અદાણી મેડિકલ કોલેજના છાત્રોની પરીક્ષા અટકી, સંચાલકોની બેદરકારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ: ભુજની ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (ગેઇમ્સ)ના પ્રથમ વર્ષ એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રત્યે સંચાલકો દ્વારા દાખવાયેલી ગંભીર બેદરકારી બહાર આવી છે. અંદાજે 150 જેટલા ભાવિ તબીબોએ ગત વર્ષે મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધા બાદ તેની નોંધણી કચ્છ યુનિવર્સિટીમાં કરાવવાની દરકાર ન લેવાતાં એક તબક્કે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ગેરલાયક ઠરે તેમ હોવાથી વર્ષ બગડે તેમ હતું, પણ યુનિવર્સિટીના સત્તાધિશોએ માનવીય અભિગમ અપનાવતાં આમ બનતાં અટકી ગયું છે.

કચ્છ યુનિ.માં એનરોલમેન્ટ નહોતું કરાવ્યું

ગત શુક્રવારે પ્રથમ વર્ષ એમબીબીએસની પરીક્ષાનો આરંભ થવાનો હતો પણ પરીક્ષાર્થીઓનું એનરોલમેન્ટ ન થયું હોવાની અક્ષમ્ય ગફલતના કારણે કસોટી લેવાઇ ન હતી. આ માટે હોલ ટિકિટ ઇસ્યૂ ન થઇ હોવાનું બહાનું સંચાલકો દ્વારા આગળ ધરાયું હતું, પણ હોલ ટિકિટ ન હોય તેવા સંજોગોમાં અન્ય આધાર પુરાવા રજૂ કરીને પરીક્ષા આપવા દેવાની જોગવાઇ છે, જે આ કિસ્સામાં બન્યું ન હતું. અદાણી મેડિકલ કોલેજ દ્વારા ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં જ નવો પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની જરૂરી સર્ટિફિકેટ્સ સાથે કચ્છ યુનિવર્સિટીમાં ફરજિયાતપણે નોંધણી કરાવી દેવાની હોય છે, પણ પરીક્ષાની ઘડી આવી ત્યાં સુધી યુનિવર્સિટીના ચોપડે વિદ્યાર્થીઓ ચડ્યા ન હતા.

યુનિ.એ માનવીય અભિગમ ન અપનાવ્યો હોત તો વર્ષ બગડત

પરીક્ષાની ઓનલાઇન નોંધણી માટે 20 જૂન છેલ્લી તારીખ હતી અને 27 જૂન સુધી લેઇટ ફી સાથે આવેદનપત્ર ભરવાની જોગવાઇ હતી, પણ આ તમામ વિદ્યાર્થીઓની નોંધણી જ ન થઇ હોવાથી યુનિવર્સિટી દ્વારા કસોટી લેવાની અસમર્થતા દર્શાવાઇ હતી. દરમિયાન, આ સમગ્ર મામલો ઉપકુલપતિ સમક્ષ જતાં તેમણે અંતે લેઇટ ફી સાથે એનરોલમેન્ટ કરાવીને વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું બચાવ્યું હતું. વાઇસ ચાન્સેલર ડો. સી.બી. જાડેજાનો સંપર્ક સાધતાં તેમણે આ બાબતે સમર્થન આપીને કહ્યું હતું કે, વિદ્યાર્થીના કુલ આઠ જેટલા અલગ-અલગ આધારો રજૂ કરવાના હોય છે, જે પૈકીનો એક પણ અપાયો ન હતો.
આગળની સ્લાઇડમાં વાંચો, વહીવટી કારણોસર પરીક્ષા ફોર્મ ભરવામાં વિલંબ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો