તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ: નગાવલાડીયામાં રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા, બે શિકારીઓ ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(રાષ્ટ્રીય પક્ષીના બે મૃતદેહના અવશેષો, હત્યામાં વપરાયેલા સાધનો અને શિકારીઓની બાઇક નજરે પડે છે )
ગાંધીધામ:અંજાર તાલુકાના નગા વલાડીયા ખાતે રવિવારની રાત્રે બાઇક નં. જીજે12-ક્યુ-5073 વાળી કે જેના પર નંબરની ઉપર 786 લખેલું છે તે લઇને રાક્ષ્ટ્રીય પક્ષી મોરની હત્યા કર્યા બાદ જઇ રહેલા 2 શખ્સોને શંકાસ્પદ હાલતમાં પડકારવામાં આવતાં આ બન્ને શખ્સો પોતાની પાસેનો તમામ જાતનો સામાન પડતો મુકી, બાઇક ત્યાં જ છોડી દઇ નાસી ગયા હતા.બાદમાં લોકોએ સામાન તપાસતાં તેમાંથી પક્ષીને સપડાવા માટેની નેટ, છરા વગેરે હથિયારો ઉપરાંત બે પક્ષીઓના બાહરી ચામડી વગરના દેહ નજરે ચડતાં અને બન્ને મૃતદેહ મોરના જ હોવાનુ઼ સામે આવતાં પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
જો કે, અંજાર પોલીસ સ્ટેશને આ બાબતે કોઇ વિગત કે માહિતી ન હોવાનુ઼ જણાવવામાં આવ્યું હતું જ્યારૈ મોડી રાતે 12:10 વાગ્યે ઘટના સ્થળેથી સુત્રોએ વિગતો આપી હતી કે, હાલ 100 થી વધારે લોકો અહીં એકઠા થયેલા છે અને પોલીસ પહોંચવામાં છે. બાઇક સવાર બન્ને શખ્સો અંધારાનો લાભ લઇ નાસી ગયા છે અને તેમની પાસે સામાનમાં જે કાંઇ પણ હતું તે બધું રસ્તા પર પડેલ છે જેમાં મોરના બે દેહ પણ રસ્તા પર વિખરાયેલા પડ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો