તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નખત્રાણાના ખેલાડીનો અન્ડર-16 સૌરાષ્ટ્ર ટીમમાં સમાવેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: મૂળ નખત્રણાના ક્રિકેટરનો અન્ડર-સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમાં સમાવેશ કરાતાં વેસ્ટ ઝોન વિજય મરચન્ટ ટ્રોફીની વિવિધ મેચોમાં પોતાનું કૌવત દર્શાવશે. વર્તમાન સમયે રાજકોટ ડિસ્ટ્રીક્ટ અન્ડર 16 વતી રમતા આદિત્યરાજની સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી થઇ છે. ડિસેમ્બર માસમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઇ અને વડોદરા સામે યોજાનારી મેચોમાં તે ભાગ લેશે.

આ પસંદગી બદલ કેસીએના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, મંત્રી અતુલ મહેતા, ઉપપ્રમુખ ભરત ધોળકિયા, કોચ શંકરસિંહ રાઠોડ તેમજ નખત્રાણાના ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડે અભિનંદન પાઠવ્યા હતા.કચ્છના ખેલાડીને રાજ્યસ્તરે રમવા જવા માટે તેના અન્ય સાથીદારો અને ક્રિકેટ પ્રેમીઓ દ્વારા શુભેચ્છાઓ અપાઇ હતી. હજુ વિશેષ કારર્કિદી બનાવે તેમ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...