તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રા પાસે બાઇક સવારોએ કરી 3.12 લાખની લૂંટ, ત્રણ બૂકાનીધારી ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રા: બંદરીય અવરજવર માટેનું જંક્શન ગણાતા નાના કપાયા વિસ્તારમાં આવેલા ઝીરો પોઈન્ટ નજીક એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીનો 3,09,000ના રૂપિયાથી ભરેલો થેલો ત્રણ અજાણ્યા બાઈક સવાર આંચકીને પળવારમાં પલાયન થઈ જતા સર્કલ પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
પોલીસ દફ્તરેથી પ્રાપ્ત અહેવાલ મુજબ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ફરિયાદી રાકેશભાઈ નારૂભાઈ નાઈ (મૂળ-મહેસાણા હાલે બાપાસીતારામ નગર, મુન્દ્રા)એ સોમવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ કંપનીના વહેવારોને અનુલક્ષીને તેમના ઓફિસ બોય હિતેષ રામાણી નામક યુવાનને એચડીએફસી બેંક મધ્યે 3,09,000ની રોકડ રકમ ભરવા મોકલ્યો હતો. થેલામાં રૂપિયા ભરીને લઈ જતા યુવાનને ત્રણ અજાણ્યા ઈસમે બેંક નજીક ઝીરો પોઈન્ટ પાસે આંતરી લીધો હતો અને તેના હાથમાં રહેલો રૂપિયા ભરેલો થેલો તથા મોબાઇલ (કિંમત 3 હજાર) સહિત 3,12,000ની રોકડ લઈ પલાયન થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી લૂંટારુઓને ઝડપી પાડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાનકર્યા છે.
અગાઉની લૂંટમાં ફરિયાદી ખુદ આરોપી નીકળ્યો હતો
ત્રણ માસ અગાઉ શહેરના આદર્શ ટાવર પાસે દોઢ લાખ રૂપિયાની લૂંટનો બનાવ નોંધાયો હતો, જે બનાવમાં પોલીસ તપાસના અંતે કરજ વધી જતાં ખુદ ફરિયાદીએ લૂંટાઈ જવાનું તરકટ રચ્યું હતું અને ફરિયાદી ખુદ આરોપી બની સામે આવ્યો હતો. જે બનાવને ધ્યાને રાખી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો