તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રામાં વેપારીએ દુકાનમાં જ રાત્રે ઝેર પી કર્યો આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
ગાંધીધામ:મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે રહેતા અને મુન્દ્રામાં સ્પેરપાર્ટસની દુકાન ધરાવતા ક્ષત્રિય વેપારીએ અકળ કારણોસર ઝેર પીને જીવન ટૂંકાવતા અરેરાટી ફેલાઇ હતી, તો પરિવારજનોમાં શોક ફેલાયો હતો.મુન્દ્રા ખાતે શક્તિનગર વિસ્તારમાં સ્વાતિ ઓટો નામની દુકાન ધરાવતા પ્રતાપસિંહ હરિસિંહ જાડેજા (ઉ.50)એ શુક્રવારે રાત્રે 12થી સવારે 7 વાગ્યાની વચ્ચે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી અને બાદમાં દુકાનની બહાર જ તેમણે જીવ છોડી દીધો હતો.
પરિવારને જાણ કરતાં દેહને હોસ્પિટલમાં ખસેડાયો હતો
સવારે પસાર થતા લોકોએ વેપારીનો મૃતદેહ જોતાં પોલીસને અને પરિવારને જાણ કરતાં દેહને હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેમને મૃત જાહેર કરી તપાસણી કરવામાં આવતાં ઝેરને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટનાને પગલે મોત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. બીજીતરફ પરિવારજનો અચાનક બનેલા બનાવથી આઘાતમાં સરી પડ્યા હતા, તો વેપારીના આ રીતના અપમૃત્યુના પગલે વેપારીઓમાં પણ શોકની લાગણી ફેલાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો