તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘કચ્છ અને કચ્છી માડુ કે દુનિયા જે નકશે મેં ચમકાયવાળા માડુ અસી અઈયો’- મોદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: ભુજની લાલન કોલેજના મેદાનમાં સોમવારે વિધાનસભા ચૂંટણીની પોતાની પ્રથમ સભાને સંબોધતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં બોલીને પોતાની ઓળખ આપતા કહ્યું હતું કે, ‘કચ્છ અને કચ્છી માડુ કે દુનિયા જે નકશે મેં ચમકાયવાળા માડુ અસી અઇયો.’


મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ભાષણ ચાલુ હતો એ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા, જેથી ચારે તરફ ‘મોદી મોદી’ના નારા શરૂ થઇ ગયા હતા. લોકો મોદીને સાંભળવા ઉત્સુક હોવાથી મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનો ભાષણ ટૂંકાવી નાખ્યો હતો. મોદીએ માઇક હાથમાં લેતા કચ્છીમા પૂછ્યું હતું કે, ‘કીં આય મુજા ભા-ભેણ’ જે સાંભળી શ્રોતાઓ હર્ષઘેલા થઇ ગયા હતા અને ચીચીઆરીઓ સાથે મોદી મોદીના નારા લગાવ્યા હતા. જે બાદ ફરી મોદી બોલ્યા હતા કે, ‘હેવર ટપ્પર ડેમ જે કાર્યક્રમ મેં આયો વોશે, તડે ચ્યો વો કે, આઉ ફરી કચ્છ મેં અચીંધોશે, નેરો આઉ બોલ્યો વોશે ત આંકે મળેલા આયો અઈયા.’

 

 

ત્યારબાદ તેમણે વાતને આગળ ધપાવતા કહ્યું હતું કે, ‘બસ, ઈજતા અસાજી ખાસિયત આય, અસી ચૂંટણી અચેતી તડે જ અચો એડા માડુ નઈઓ, વિકાસજી રાજનીતિજા અસી માડુ અઈયો.’ તેમણે વાતનું અનુસંધાન સાંધતા આગળ કહ્યું હતું કે, ‘ઇતરે જ કચ્છડો બારે માસ, ઇ ગાલ કે મનમેં રખી, કચ્છ અને કચ્છી માડુ કે દુનિયા જે નકશે મેં ચમકાયવાળા માડુ અસી અઈયો.’ તેમણે તે બાદ વિપક્ષ ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘ ઈ ગાલ આંકે સમજ મેં અચેતી પ વિપક્ષવાળે કે સમજ મેં નતી અચે’ પછી લોકોને સવાલ કરતા પૂછ્યું હતું કે, ‘અનજી કુરો ધવા કેણી ભા-ભેણ’

 

આડકતરી રીતે રણને વિશ્વના નકશા ઉપર મૂક્યાનું ગાણું ગાયું


નરેન્દ્ર મોદીના કચ્છ ઉદબોધનનો સારાંશ એ હતો કે, ‘અમે વાયદો કરી ફરી નથી જતા. ફક્ત ચૂંટણી સમયે જ પ્રજાને યાદ નથી કરતા. વિકાસની રાજનીતિના માણસો છીએ. કચ્છડો બારેમાસને યાદ રાખી કચ્છ અને કચ્છીઓને દુનિયાના નકશામાં ચમકાવનારા માણસ છીએ. જે વાત તમને તો સમજાય છે, પરંતુ વિરોધપક્ષને સમજાતી નથી, જેથી એમની શું દવા કરવી’

અન્ય સમાચારો પણ છે...