તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજ-નાગોર રોડ પર મધરાતે મગર નીકળ્યો, રૂદ્રમાતા ડેમમાં છોડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાખોંદ: ભુજ-નાગોર રસ્તા પર આવેલી વાડીમાં શનિવારે મધરાત્રે 4 ફૂટ લાંબો મગર નીકળતા ખેડૂતોમાં ભયનો માહોલ ખડો થયો હતો,જો કે વનતંત્રએ અડધી રાત્રે હરકતમાં આવી કાફલા સાથે ધસી જઈ અઢી કલાકની મહેનત બાદ પકડી તેને રુદ્રમાતા ડેમમાં છોડ્યો હતો.


સામાન્યતઃ વનવિભાગની છાપ સરકારી ચોપડા જેવી નિષ્ક્રિય હોય છે,પણ પૂર્વ કચ્છના ડી.એફ.ઓ પ્રવિણસિંહ વિહોલને રાત્રે 12 વાગ્યે ખેડૂતનો ફોન આવ્યો કે,મારી વાડીમાં મગર નીકળ્યો છે. તરત જ તેમણે એ.સી.એફ અતુલ દવે અને આર.એફ.ઓને સૂચના આપતા દક્ષિણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગોરધનદાન ગઢવી સાત જણાની ટિમ સાથે ધસી ગયા હતા.ત્યાં જઈ જોતા ઢોરીના દામજી વલોતારાની વાડીમાં એરંડાના પાક સમીપે ગાયોના ગમાણ નજીક મગર છુપાઈ બેઠો હતો.શરૂઆતમાં પકડાતા જોઈ મગર છંછેડાયો હતો,તીક્ષ્ણ જડબાથી પ્રહાર કરવાની કોશીશ કરી હતી,પણ વનતંત્રની ટિમ દ્વારા  મહા મહેનતે પકડીને રાત્રે અઢી વાગ્યે રુદ્રમાતા ડેમમાં છોડતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.


મધરાત્રે કરાયેલ આ રેસ્ક્યુ ઓપરેશનમાં આરએફઓ સાથે વનપાલ નીતિન મકવાણા,સી.વી ભગત,લતીફ સુમરા અને વનરક્ષક યશવંત ગાંગડ,રમેશ મકવાણા,રમેશ ડાભી અને રાકેશ સોલંકી જોડાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે,ગુરુવારે નાગોરથી થોડે દૂર જ રાયધણપર કેવિટી સંકુલમાં પણ મગરનું બચ્ચું આ જ રીતે નીકળતા વનવિભાગે સુરક્ષિત સ્થળાંતર કર્યું હતું.મકનપર ધોંસામાં તાજેતરમાં કેટલાક ક્રૂર તત્વો દ્વારા મગરની હત્યા કરી પૂંછડી કાપી નખાઈ હતી,ત્યારે બીજી તરફ વનવિભાગની સમયસરની જાગૃતિથી બે દિવસમાં માનવી અને વન્યજીવ વચ્ચે ઘર્ષણ ટાળી બે મગરનો બચાવ 
પણ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...