તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉ: અંધશ્રદ્ધા દૂર કરવા સાથે શ્રદ્ધાળુઓમાં સ્થાન પામી રહ્યું છે મા મોગલધામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉ:ભચાઉ તાલૂકાના નાનકડા એવા ગામ કબરાઉ સ્થિત વળવાળી મણીધર માં મોગલનું સ્થાનક સમગ્ર કચ્છ, સૌરાષ્ટ, મહારાષ્ટ સહીત દેશ દેશાવરના ભકતોમાં આસ્થાની જયોત પ્રગટાવી રહયું છે.મુલાકાત દરમ્યાન અનેક ભકતોએ સ્થળ વિશે પ્રતિક્રયા આપતા જણાવ્યું હતું કે આ જગ્યાએ દીન દુ:ખીયા અનેક જગ્યાએ રજળપાટ કરી ચૂકેલા અને નીરાશ થઇ ગયેલા લોકોના કામો અહીં પાર પડે છે.આમ જોવા જઇએતો થોડા વર્ષો પૂર્વે ખોબા જેવડા ગામની ખાસ કોઇ પહેચાન નહોતી પરંતુ ભુજ ભચાઉ ના મૂખ્ય ધોરીમાર્ગ ને અડીને આવેલું આ ગામ હાલ સૌ ભકતોની જીભ પર રમી રહયું છે.
ભકતોનો એકપણ પૈસો અહીં રોકડમાં સ્વીકારાતો નથી:ભુવા સામતભાઇ ગઢવી
આ સ્થળ વિશે જણાવતા મંદીરના પૂજારી તેમજ ભુવા સામતભાઇ ગઢવી એ કહયું હતું કે આ જગ્યાએ કોઇપણ પ્રકારની અંધ શ્રધ્ધાને પોષવામાં આવતી નથી.તેમજ ભકતોનો એકપણ પૈસો અહીં રોકડમાં સ્વીકારાતો નથી અને માંની કૃપાથી દરરોજ 700થી 800 તેમજ મંગળવારે હજારોની સંખ્યામાં દર્શનાર્થઓ સ્થાનકે માથું ટેકવવા આવે છે અને ભોજન પ્રસાદ લઇને જ જાય છે. તેમના માટે ચા-પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે. સેવા કરતા લોકો પણ એક રૂપિયાના વળતર નિ:સ્વાર્થભાવે કામ કરે છે.આ સિવાય અહીં હજારો લોકો પાસે દારૂ કે અન્ય કોઇપણ પ્રકારના વ્યશન ત્યજી દેવા સોગંધ લેવડાવી અસંખ્ય ઘરોમાં ખુશીને ફેલાવાઇ છે.
પૂજારીનું બારાતુઓને મકાન ન આપવાનું સુચન
મંદીરના સામતભાઇ ગઢવીએ પ્રદેશની ગરીમા જાળવતા તેમજ આપણે સૌ સરહદી વિસ્તારમાં વસવાટ કરીએ છીએ ત્યારે આપણા સૌની વિશેષ ફરજના ભાગરૂપે જાગૃત રહી માહોલને અનુરૂપ કોઇ પણ બારાતુ વ્યકિત કે ઓળખાણ વિનાના માણસને મકાન ભાડે ન આપવા જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો