તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન દબાણના મામલે કચ્છ કલેક્ટર સામે ફરિયાદ, ચીફ જ્યુ. કોર્ટ કરશે તપાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ: અબડાસા તાલુકાના બીટિયારી ગામની સર્વે નંબર-177 જમીન પર થયેલા દબાણની ફરિયાદ બાદ દબાણકર્તાઓને મનાઇ હુકમ આપ્યા પછી પણ આ દબાણ ન હટતાં કલેક્ટરને 4થી 5 વખત રજૂઆતો કર્યા છતાં દબાણ દૂર ન થતાં બીટિયારી ગામના હેતલબા મહેન્દ્રસિંહ જાડેજાએ ભુજની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કચ્છ કલેક્ટર એમ.એ. ગાંધી સામે ફોજદારી ફરિયાદ નોંધાવતાં કચ્છ જિલ્લાના ઇતિહાસમાં એવો પ્રથમ બનાવ બન્યો છે, જેમાં વર્તમાન સમાહર્તા સામે ફોજદારી નોંધાઇ હોય.  કેસની તપાસ ખુદ ચીફ જ્યુડિશિયલ કોર્ટ જાતે કરશે તેવું એડવોકેટ સંદીપ શાહે જણાવ્યું હતું.

કલેક્ટરે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાની ફરિયાદ

કલેક્ટર એમ.એ. ગાંધીએ પોતાની સત્તાની રૂએ કોઇ નક્કર કાર્યવાહી કરવાને બદલે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાથી બીટિયારી ગામના માજી સરપંચે ભુજના ચીફ જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ સમક્ષ આવા ભ્રષ્ટ અને કૌભાંડિયા અધિકારીને કાયદાનું ભાન કરાવવા આઇપીસીની કલમ 166, 202, 217 તથા 120-બી હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અરજી આપી હતી. ફરિયાદી પક્ષે એડવોકેટ સંદીપ શાહે ફરિયાદ કોર્ટમાં દાખલ કર્યા બાદ ફરિયાદની લાંબી સુનાવણી બાદ ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઇ સીઆરપીસીની કલમ-202 હેઠળ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ કેસની તપાસ પણ પોતાની પાસે રાખી હતી.

નાયબ કલેક્ટરના હુકમથી આ બાંધકામ કર્યું છે

આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે એડવોકેટ સંદીપ શાહ સાથે એ.બી. પવાણી, વી.આર. જાડેજા અને એમ.એસ. શાહ હાજર રહ્યા હતા. આ કેસની વિગત આપતાં એડવોકેટ સંદીપ શાહે જણાવ્યું હતું કે, અબડાસા તાલુકાના બીટિયારી ગામની સર્વે નંબર-177 પર માથાભારે શખ્સો દ્વારા દબાણ કરવામાં આવતાં ગ્રામજનોએ સરપંચને જાણ કરતાં તેમના દ્વારા દબાણ રોકવા ભૂમાફિયાઓને જણાવતાં તેઓએ નાયબ કલેક્ટરના હુકમથી આ બાંધકામ કર્યું છે, તેવું જણાવતાં તપાસ કરતાં એમ જણાયું હતું કે, આવો કોઇ હુકમ નાયબ કલેક્ટર પાસે ન હતો.

દબાણ હટાવવા કચ્છ કલેક્ટરે અનેક વખત રજૂઆતો

આ અન્વયે ખોટા હુકમ અંગે કાર્યવાહી કરવા અને સરકારી જમીન પર દબાણ હટાવવા કચ્છ કલેક્ટર એમ.એ. ગાંધીને અનેક વખત રજૂઆતો કર્યા છતાં કંઇ પગલાં ન ભરતાં આ બાબતે નણાતાં બીટિયારીના સરપંચે એડવોકેટ સંદીપ શાહ મારફત મુખ્યમંત્રી, સામાન્ય વહીવટ વિભાગના સચિવ, મહેસૂલ વિભાગના અગ્રસચિવ, પોલીસ ભવનના મહાનિર્દેશક, અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઇડી વિભાગ અને એન્ટી કરપ્શન બ્યૂરોના ડાયરેક્ટરની કચેરીમાં લેખિત જાણ કરી હતી તેમજ સી.આર.પી.સી.ની કલમ 197 હેઠળ કલેક્ટર એમ.એ. ગાંધીએ કાયદેસરની ફરજના ભાગરૂપે બેદરકારી કરવા તેમજ સરકારી જમીનના કૌભાંડમાં ખાનગી વ્યક્તિને મદદ કરવા તથા ગેરકાયદે હુકમ જાહેર કરનારા નાયબ કલેક્ટરની તપાસ કરવાને બદલે તેને બચાવવા કોઇ કાર્યવાહી ન કરતાં ફોજદારી ફરિયાદ નોંધાવવા પરવાનગી માગી હતી.

પૂર્વ કલેક્ટર સામે કાનૂની પ્રક્રિયા 

બીટિયારીના કિસ્સામાં કચ્છ કલેક્ટર સામે ફરિયાદ થઇ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રદીપ શર્મા સામે કાનૂની પ્રક્રિયા થઇ ત્યારે કચ્છના વર્તમાન નહીં, પરંતુ પૂર્વ કલેક્ટર હતા અને અન્ય સ્થળે ફરજ બજાવતા હતા. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો