• Gujarati News
  • Lakhonda Again At The Start Collect Of Toll Fee But Transporters Fighting Mood

લાખોંદ પાસે ફરીથી ટોલટેક્સ શરૂ થતાં ટ્રાન્સપોર્ટર્સ લડવાના મૂડમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ અેસો. દ્વારા આજે ખાસ બેઠક
- નવો નિર્ણય ન આવે ત્યાં સુધી ટોલ ન ભરવા અપીલ

ભુજ : ભુજ-ભચાઉ રસ્તે લાખોંદ પાસે બનેલા નવા ટોલ પ્લાઝા પર ભારવાહક વાહનો પાસેથી ફરીથી ટોલટેક્સ લેવાનું શરૂ થઇ જવાના કારણે કચ્છ જિલ્લાના ટ્રાન્સપોર્ટર્સમાં ફરીથી નારાજગી ફેલાઇ છે. કલેક્ટર સાથે મધ્યસ્થી કરાયા વિના વેરો લેવાનું શરૂ કરી દેવાના કારણે ફરીથી લડત થાય અેવા સંયોગો ઊભા થયા છે. શુક્રવારે આ અંગે ખાસ બેઠક પણ બોલાવવામાં આવી છે, જ્યાં સુધી સંસ્થા દ્વારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આ ટોલપ્લાઝા ઉપર ટોલટેક્સ ન ભરવા પણ ટ્રકચાલકોને અનુરોધ કરાયો છે. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિયેશન દ્વારા ભારે વાહનો પાસેથી ટેક્સ વસૂલવા માટે અગાઉ આંદોલન કરાયું હતું.
રસ્તાનું તથા પુલનું પૂરેપૂરું કામ ન થાય ત્યાં સુધી, શરૂ ન થાય તે માટે ટોલનાકા ઓથોરિટી સાથે ચર્ચા થયા બાદ અેવું જાહેર કરાયું હતું કે, આ ટોલટેક્સ બાબતે કલેક્ટર સાથે સંયુક્ત બેઠક કર્યા બાદ આખરી નિર્ણય કરાશે, પરંતુ આવું આશ્વાસન અપાયા બાદ આ સંસ્થાને વિશ્વાસમાં લીધા વગર અચાનક ફરીથી ટોલટેક્સ શરૂ કરી દેવાતાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ અંગે ચર્ચા-વિચારણ કરવા અને આગળ આ ટોલટેક્સ બાબતે લડતના આયોજન માટે એક સમિતિની બેઠક શુક્રવારે બોલાવવામાં આવી છે. આ બાબતે તમામ ટ્રક માલિકોને સાથ-સહકાર આપવામાં જાહેર અપીલ પણ કરાઇ છે.
રાત્રે ટ્રક ઊભી રાખી દેવાઇ
લાખોંદના નવા ટોલપ્લાઝા ખાતે ટ્રકચાલકો પાસે વેરો વસૂલવાનું શરૂ થતાં ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. રાત્રે અહીંથી પસાર થતાં ટ્રકચાલકોઅે વેરો ન ચૂકવીને ટ્રક રસ્તાની બાજુમાં મુકી દેતાં કતાર લાગી ગઇ હતી. અગામી દિવસોમાં આ મામલો ફરી બીચકે તેમ મનાઇ રહ્યું છે.