તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવેચી તીર્થધામના મેળે ભાતીગળ પહેરવેશમાં માનવ મહેરામણ ઉમટ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપર:રણકાંધીની રખેવાળ મા રવેચીનો પ્રસિદ્ધ મેળો ભાદરવા સુદ-આઠમના રાપરથી 14 કિ.મી. દૂર માતાજીના સ્થાનકે યોજાયો હતો. આ મેળામાં કચ્છ-સૌરાષ્ટ્રથી લઇને સમગ્ર રાજ્ય અને છેક મુંબઇથી પણ ભાવિકો વિશાળ સંખ્યામાં ઉમટ્યા હતા. રબારી, રાજપૂત, પાટીદાર, ભરવાડ, આંજણા પટેલ સહિતના સમાજોની મહિલાઓ ભાતીગળ પહેરવેશમાં સજ્જ થઇ મેળામાં ઉમટી પડી હતી.
સમાજોપયોગી પ્રદર્શનના પણ સ્ટોલ રાખવામાં આવ્યા
મેળામાં દાતાઓના સહકારથી ચા અને છાશના તો પરબ મંડાયા હતા. આ ઉપરાંત, બાળકોના મનોરંજન અર્થે ચકડોળ, ટ્રેન, જાદુગર સહિતની વ્યવસ્થા હતી. કચ્છી ભરતથી માંડીને કટલેરી, રમકડાં અને ખાણી-પીણીના વિવિધ સ્ટોલની લોકોએ મુલાકાત લઇને મજા માણી હતી. સુરક્ષા સેતુ સોસાયટી, આરોગ્ય તથા ખાદી ભંડાર સહિતના સમાજોપયોગી પ્રદર્શનના પણ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. એસ.ટી. નિગમ દ્વારા 30થી વધુ બસો ભાવિકોની સુવિધા માટે દોડાવવામાં આવી હતી.
આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
આ પ્રસંગે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ કચ્છ પોલીસવડા ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ભચાઉ ડીવાયએસપી વી.જે. ગઢવી, પીઆઇ વી.આર. ચૌધરી, એસ.જી. ખાંભલા, એલસીબી પીએસઆઇ વી.એલ. ગાગિયા, એમ.કે. દેસાઇ સહિતના અધિકારીઓ તથા સ્ટાફગણે મેળાની સૂચારુ વ્યવસ્થા જાળવી હતી. મેળાની મજા માણવા સામાજિક-રાજકીય અગ્રણીઓ સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રવેચી મંદિરના મહંત ગંગાગિરિબાપુ, કારભારી જે.ડી. ઠક્કર, સુરેશ પટેલ સહિતના કાર્યકરોએ આયોજન-વ્યવસ્થા સંભાળી હતી.
મેળાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો