તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 ઓકટોબરથી કચ્છ એકસપ્રેસ અને સયાજી નગરી દાદરથી દોડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:કચ્છ પ્રવાસી સંઘ અને યાત્રાળુઓની માંગ હતી કે કચ્છ એકસપ્રેસ તેમજ સયાજી નગરીને બાંદ્રા ટર્મીનસને બદલે દાદરથી દોડાવવામાં આવે.અને અંતે કચ્છીઓની આ માંગણીને રેલ્વે તંત્રે હરી ઝંડી બતાવાઇ છે.કચ્છ પ્રવાસી સંઘ આ મુદદે રેલ્વે તંત્ર પાસે આ અંગે અવાર નવાર રજૂઆતો કરી હતી.જે અંગે ગત 14મી જુલાઇએ રેલ્વેએ બિકાનેર તથા અજમેરની ટ્રેનોનું કારણ આગળ ધરી તંત્ર આમ કરવા અસર્મથ હોવાનું પત્ર દ્વારા જણાવ્યું હતું.
આમ છતાં સંસ્થાના પ્રતિનિધિઓ પોતાની વાત પર અડગ રહયા હતા અને દાદર સ્ટેશનનું સર્વેક્ષણ કરી રેલ્વેના જનરલ મેનેજર જી.સી.અગ્રવાલનું નવા પ્લેટફોર્મ અંગે ધ્યાન દોર્યું હતું.પ્રવાસી સંઘના આગેવાનો નિલેશ શાહ તેમજ નિતીન શાહે સી.ઓ.એમ.ની રૂબરૂ મુલાકાત લેતા સી.ઓ.એમ.મિશ્રાએ ટુંક સમયમાંજ દાદર સ્ટેશનનું ટેકનિકલ કાર્ય પૂર્ણ થઇ જતા ઉપરોકત બંન્ને ટ્રેનો દાદરથી ઉપડશે તેવી ખાત્રી આપી હતી. 2 ઓકટોબરનાં કચ્છ એકસપ્રેસ મુસાફરીનાં 32 વર્ષ પુરા કરતી હોઇ આજ દિવસે આ ટ્રેનને ફરી દાદરથી ચાલુ કરવા શાહે આગ્રહ રાખી જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો