• Home
  • Kutchh
  • Bhuj
  • Kutch University third Vice Chancellor Dr rajendrasinh Jadeja taken over charge

કચ્છ યુનિવર્સિટીના ત્રીજા પૂર્ણકાલિન કુલપતિ ડો. ચંદ્રસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો

પ્રવેશથી પદવી સુધીની પ્રક્રિયા સરળ બનાવાશે: કાર્યકારીઓના કાળમાં અટવાયેલાં કામોને અગ્રીમતા આપવા કોલ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jan 05, 2016, 02:15 AM
Kutch University third Vice Chancellor Dr rajendrasinh Jadeja taken over charge
- પ્રવેશથી પદવી સુધીની પ્રક્રિયા સરળ બનાવાશે: કાર્યકારીઓના કાળમાં અટવાયેલાં કામોને અગ્રીમતા આપવા કોલ
ભુજ: ત્રણ વર્ષની કુલપતિની એક આખી ટર્મનો વિલંબ કર્યા બાદ ક્રાંતિગુરુ શ્યામજી કચ્છ યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી કામોમાં અટકેલો વિલંબ નિવારી શકાશે અને હવે વિદ્યાર્થીઅોના કોલેજ અને અભ્યાસક્રમોના પ્રવેશથી લઇને પદવી સુધીની પ્રક્રિયા અગ્રીમતાના ધોરણે અમલમાં મૂકાશે અેમ નવા નીમાયેલા યુવાન વાઇસ ચાન્સેલર ડો. ચંદ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ પદ ગ્રહણ વખતે જણાવ્યું હતું. માંડવી તાલુકાના કોજાચોરાના અને હાલમાં લીંબડી કેળવણી મંડળની કોલેજના મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક ડો. જાડેજા બીજા કચ્છી કુલપતિ બન્યા છે.

ડો. સી.બી. જાડેજાએ જાહેરાતના ત્રણ જ દિવસમાં ચાર્જ સંભાળી લીધો છે. પૂર્ણકાલિન કુલપતિ બન્યા બાદ તેમણે સિન્ડિકેટ સભ્યો તેમજ કર્મચારીઓનો આવકાર સ્વીકાર્યા બાદ માધ્યમો સાથે ટૂંકી વાત કરતાં જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટીમાં અત્યાર સુધી ઇન્ચાર્જ વીસી હોવાના કારણે પોલીસી ડિસીસન લઇ શકાતા ન હતા, આના કારણે શૈક્ષણિક અને વહીવટી કામો અટવાઇને વિલંબમાં પડ્યા હતા. જે હવે અગ્રતાના ધોરણે નિવારવા માટે પ્રયત્નો થશે. ઉચ્ચ શિક્ષણના સવાલોને હલ કરવા માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવનારું છે.
કોલેજિયનો એટલે કે યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના અેડમિશન અને ડિગ્રી એટલે કે પ્રવેશથી પદવી સુધીની કામગીરી સરળ બને તેને પ્રાધાન્ય આપવાનું છે. તેમાં સમય સચવાય તે પરિબળ પણ ખાસ જોવાય તેવા સીધા પ્રયત્નો રહેશે. વિશ્વ વિદ્યાલયનો વિકાસ કરાશે તેવો પણ ઉલ્લેખ તેમણે કર્યો હતો. યુજીસીની 12 બી સહિતના અનુદાન અને અન્ય અધૂરાશોની પૂર્તતા કરવામાં આવશે.

બરાબર 12.39, વિજય મુહૂર્તે હસ્તાક્ષર કર્યા

મુન્દ્રા રોડ પર આવેલી યુનિવર્સિટીના ગેટથી વાજતે-ગાજતે નવા વરાનારા વા.ચા.નું પ્રોસેસન નીકળ્યું હતું. ઢોલના નાદ ઉપરાંત આતશબાજી બાદ વા.ચા. ડો. જાડેજાએ મુખ્ય બિલ્ડિંગમાં સરસ્વતિ અને શ્યામજી કૃષ્ણ વર્માની વંદના કરી હતી. ત્યારબાદ કુલપતિની ચેમ્બરમાં વિજય મુહૂર્ત ગણાતી ઘડી એવી બપોરે 12.39 વાગ્યે પદભાર ગ્રહણ કરતા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે ડો. નીમાબેન, ત્રિકમભાઇએ કચ્છના શિક્ષણને આગળ વધારાશે તેવી ખેવના વ્યક્ત કરીને શુભેચ્છા સાથે વીસીને ખુરશી પર બેસાડ્યા હતા. આ પ્રસંગે સેનેટ સભ્ય હરિસિંહ જાડેજા, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. મહેશ ઠક્કર, કાર્યકારી પરીક્ષા નિયામક ડો. ગિરીન બક્ષી, તોલાણી કેમ્પસના ટ્રસ્ટી અંજના હજારી, આચાર્ય ડો. સુશિલ ધર્માણી, વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. દર્શનાબેન ધોળકિયા તેમજ તેમના ભાઇ દશરથસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજ યુવા સંઘના મહામંત્રી રામદેવસિંહ જાડેજા, જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના માજી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટીના એડમિન મેનેજર રામ સોંદરવા તથા અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સત્કાર કર્યો હતો.
સંશોધનક્ષેત્રે વધુ ભાર મૂકાશે : પર્સનાલિટી ઉભરી આવી
વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે, આપણો જિલ્લો સામાજિક, ભૌગોલિક અને ભૂસ્તર સહિતની વૈવિધ્યતાઓથી ભરપૂર છે. ઉચ્ચ શિક્ષણના વ્યાપના ભાગરૂપે જ્યાં સંશોધનની જરૂરિયાત હશે તેમાં તે રીતે આગળ વધાશે. લાંબા સમય બાદ કુલપતિની ચેમ્બરને છાજે તેવી પર્સનાલિટી ડો. જાડેજામાં જોઇને કેટલાકે અગાઉના વીસી ડો. શશિરંજન યાદવને યાદ કર્યા હતા.
ડો.નીમાબેન અને ત્રિકમ છાંગા ડેમેજ કન્ટ્રોલમાં સફળ રહ્યા

ભુજના વિધાનસભ્ય ડો.નીમાબેન આચાર્ય અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઇ છાંગા સેનેટ અને સિન્ડિકેટ સભ્યની રૂએ નવા વીસીના પદભાર સંભાળતી વખતે શુભેચ્છઓ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, જુલાઇ 2015માં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.મહેશ ઠક્કરે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચંચુપાતથી ત્રસ્ત થઇને રાજીનામુ આપ્યું હતું, ત્યારે પણ ઉપરોક્ત બન્ને પદાધિકારીઓએ રસ લઇને ઘીના ઠામમાં ઘી પાડ્યું હતું અને રાજીનામું પરત ખેેંચાવ્યું હતું. સોમવારે જ્યારે ડો. જાડેજાએ કુલપતિપદ સંભાળ્યું ત્યારે ડો. નીમાબેને કચ્છથી પરિચિત વ્યક્તિને જવાબદારી સોંપાઇ છે, ત્યારે બાકીની ઇન્ચાર્જ પોસ્ટ નિયમિતના ધોરણે ભરતી થવાથી વિલંબ અટકશે.

X
Kutch University third Vice Chancellor Dr rajendrasinh Jadeja taken over charge
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App