તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ પોલીસ દળ દ્વારા નાગરિકોને અપાશે ઘોડેસવારીની ટ્રેનિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:  પશ્ચિમ કચ્છ પોલીસ દળની હોર્સ રાઇડિંગ ક્લબ દ્વારા ઘોડેસવારીની ટ્રેનિંગ આપવાનું આગામી 1 એપ્રિલથી ચાલુ કરવામાં આવનારું છે, અગાઉ ત્રણ વર્ષ પહેલાં આ ક્લબ દ્વારા નાગરિકોને ટ્રેનિંગ આપવાનું ચાલુ કરાયું હતું, જે બંધ થઇ ગયા બાદ ફરી ચાલુ કરવામાં આવશે, જેમાં અત્યાર સુધી 100 જેટલા ઇચ્છુકે નામો નોંધાવ્યા છે.

આ બાબતે પશ્ચિમ કચ્છ માઉન્ટેન પીએસઆઇ યાદવે જણાવ્યું હતું કે, રાઇડિંગ અંગેની જાહેરાત કરવા પહેલાં જ લોકોનો ધોડેસવારી શીખવા માટે ધસારો થઇ ગયો છે, ઘોડેસવારીનો ત્રણ મહિનાનો બેઝીક કોર્સ છે, જેમાં વિદ્યાર્થીઓ માટે મહિનાના 500 રૂપિયાની ફી રાખવામાં આવી છે, જ્યારે આમજનતા માટે માસિક 1000 રૂપિયા છે, હોર્સ રાઇડિંગ કરવા માટે ઉમેદવારે પોતાના ખર્ચે હેલ્મેટ સહિતના સેફ્ટી સાધનો સાથે રાખવા પડશે. ત્રણ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરનારાને જ સર્ટિફિકેટ આપવામાં આવશે, ત્યાર બાદ ત્રણ માસનો વિષેશ કોર્સ છે, જેમાં અલગ-અલગ હોર્સ રાઇડિંગ રમતો જેમાં ટેન્ટ પેગિંગ, જમ્પિંગ ટ્રોક રાઇડિંગ જેવી કરતબો શિખવવામાં આવે છે, આ પ્રકારની ટ્રેનિંગ મેળવનાર નેશનલ લેવલે થતી હરીફાઇઓમાં ભાગ લઇ  શકે છે. 

હોર્સ રાઇડિંગ ઇન્ટ્રક્ટરો દ્વારા દિવસમાં ત્રણ પિરીયડ લેવામાં આવશે, જેમાં ઘોડેસવારી તેમજ રાઇડિંગ સમયે રાખવામાં આવતી સમજ આપવામાં આવશે. આગામી પહેલી એપ્રિલના દિવસે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણના હસ્તે ઉદઘાટન કરી હોર્સ રાઇડિંગની ટ્રેનિંગ આપવામાં આવશે. ઘોડેસવારી કરવા ઇચ્છતા હોય તેવા શહેરીજનો માટે ફોર્મ ભરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.

સંખ્યાને અભાવે 5 વર્ષ પહેલા ટ્રેનિંગ બંધ થઇ હતી 
2012-13માં હોર્સ રાઇડિંગ ચાલુ કરવામાં આવી હતી પરંતુ ધીરે ધીરે સંખ્યા ઘટી જતાં  ટ્રેનિંગ બંધ કરી દેવામાં આવી હતી, પાંચ વર્ષ બાદ ફરી ઘોડેસવારી ટ્રેનિંગ ચાલુ કરવામાં આવશે જેનો શહેરીજનોમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે.

અગાઉ 45 ટ્રેનીમાંથી 25 જણને અપાયા હતા સર્ટિફિકેટ
અગાઉ ઘોડેસવારીની ટ્રેનિંગમાં માટે 45 વ્યક્તિઓ જોડાયા હતા જેમાં 20 જેટલા લોકો અધવચ્ચેથી ટ્રેનિંગ મુકી દીધી હતી, 25 જણાઓએ ત્રણ માસના કોર્ષમાં હાજરી પુરી આપી હતી, તેઓને સર્ટી ફિકેટ અપાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો