IPLમાં કચ્છના ધારાસભ્ય અને મંત્રીના પૈસા લાગશે ? માણસો થયા સજ્જ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: આગામી 5મી એપ્રિલથી શરૂ થઇ રહેલી આઇપીએલમાં કચ્છના એક ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના એક મંત્રીના પૈસા લગાવવામાં આવ્યા હોવાની ખબર પ્રાપ્ત થઇ રહી છે, જેમાં કમાયેલા નાણાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે કામ આવે તેવી ગણતરી હોવાની સટ્ટાવર્તુળમાં ચર્ચાઓ છે.

સૂત્રોમાંથી બિનસત્તાવાર પ્રાપ્ત થતી વિગતો મુજબ, પશ્ચિમ કચ્છમાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ થાય છે અને તેઓ પકડાય પણ છે, ત્યારે ખરેખર આ પ્રવૃત્તિઓ કરતા પકડાયેલા શખ્સો તો અમુક નેતા કે ‘લીડર’ના માણસો (મોહરા) હોય છે, જ્યારે તે નેતા કે લીડર પડદા પાછળની ભૂમિકામાં રહેલા હોય છે. આગામી 5મી એપ્રિલથી આઇપીએલ શરૂ થઇ રહી છે અને તેમાં સટ્ટો રમાડવા માટે અનેક નાના-મોટા બૂકીઓ સજ્જ થઇ ચૂક્યા છે, જેની સાથે વહીવટ કરવાનો હોય તેની સાથે પણ બધું સેટિંગ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. 

આ આઇપીએલ સીઝનમાં કચ્છના એક ધારાસભ્ય, જિલ્લા કક્ષાના એક ખાખીધારી નેતા અને એક રાજ્ય કક્ષાના મંત્રીએ નાણાં લગાવ્યા હોવાની વાત અત્યારે ચર્ચામાં છે, તેના માટે માધાપરના એક સંબંધીને બન્ને વહીવટ સોંપાયો છે અને ગ્રાઉન્ડ લેવલે બધુ સેટિંગ પણ તેમને જ કરવાનું કહેવાયું હોવાનું આ સૂત્રો કહે છે.

પઠાણી ઉઘરાણી માટે માણસોની ભાડે રખાયા
વર્લ્ડ કપ રમાડતા અગાઉ પકડાઇ ચૂકેલા અને ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ પર મધરાત્રિએ નાણાકીય બાબતે માથાકૂટ કરી ચૂકેલા ‘સટોડિયા’ સંબંધીએ  નાણાંની ઉઘરાણી માટેના માણસો, ભુજની બહાર વાડી વિસ્તાર કે મકાનો, નાણાં ન આપે તો પઠાણી ઉઘરાણી માટેના લોકો, ચા-નાસ્તા અને ખાવા-પીવા સહિતની તમામ વ્યવસ્થાઓ કરી ચૂક્યો છે, ત્યારે શહેરમાં અનેક નાના બૂકીઓ પોતાની પાસેથી કટિંગ મેળવે અને અન્ય એક મોટા બૂકીની અન્ડરમાં ન રમે તે માટેની તૈયારીઓ કરી લીધી છે.
અન્ય સમાચારો પણ છે...