કચ્છનું નાનું રણ: ઘુડખર નહિ, પક્ષીઓ, સરીસૃપ અને સસ્તનધારી પ્રાણીઓનું સ્થાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ: ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ચર્ચાનો મુદ્દો બનેલ ઘુડખરનું દુનિયાનું એકમાત્ર નિવાસસ્થાન કચ્છનું નાનું રણ ભારતનુ ત્રીજા ક્રમનું સૌથી મોટું અભયારણ્ય છે.અહીં માત્ર ઘુડખર જ નહિ પણ, જરખ,રણબિલાડી,હેણોત્રો,ચિંકારા જેવા 33 જાતના સ્તનધારી પ્રાણીઓ વસે છે,અહી કાચબા,સાંઢા,રૂપસુંદરી અને અતીઝરી એવા સો સ્કેલ વાઈપર જેવા સાપ વગેરેની 29 જાતના સરીસૃપો ને આ જમીન આશરો આપે છે,જેમાં 14 પ્રકારની ગરોળીઓ અને 12 પ્રકારના સાપનો સમાવેશ થાય છે.સાથે સાથે વિવિધ પ્રકારના 178 પક્ષીઓનું માનીતું ઘર છે.
સૂર્યાસ્ત સમયે વિચારતા આહલાદક દ્રશ્ય

શિયાળો આવતા જ અહીં પ્રવાસી પક્ષીઓ અને શિકારીઓ પક્ષીઓ ધામા નાખે છે.નાનારણમાં શિકારી પક્ષી શાહી જુમ્માસ ગરુડએ પટ્ટાઇ નામના શિકારી પક્ષીનો શિકાર કર્યો હતો,ક્યાંક કુંજ કલરવ કરતી જોવા મળે છે,ઘુડખર પોતાના ઘરમાં સૂર્યાસ્ત સમયે વિચારતા આહલાદક દ્રશ્ય ખડું થાય છે,પાણીમાં વિચારતા હંસ અને સુરખાબ જાણે કવિતા તાદ્રશ્ય કરે છે. નાના કાનવાળો રવાઇડો ઘુવડ,બાજ અને ગરુડ ની વિવિધ પ્રજાતિઓ,મેકવીન બસ્ટર્ડ અને ભારતીય વરુ અહીં આવતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરોમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.
 
જળપ્લાવિત વિસ્તારમાં ફેરવતા વન્યજીવો માટે સ્વર્ગ બની જાય છે

ચોમાસામાં આ મરુભૂમિ ત્રણ ચાર મહિના જળપ્લાવિત વિસ્તારમાં ફેરવતા વન્યજીવો માટે સ્વર્ગ બની જાય છે,અને ડિસેમ્બરથી માર્ચ સુધી હજારો પ્રવાસી પક્ષીઓ અહીં આવે છે જેનાથી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરોનો ધસારો રહે છે,આ કારણે સ્થાનિક ગાઈડ ને પણ રોજગારી મળી રહે છે.
 
(તસવીરો: રોનક ગજ્જર)
તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...