તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ એક્સપ્રેસનું 6 વાર ચેઈન પુલિંગ: ટ્રેન કલાક મોડી ઉપડી, મુસાફરોનો હોબાળો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ: ટેકનીકલ ખામીના કારણે જે કોચ લાગ્યોજ નથી તેની ટીકીટો પણ રેલવે વિભાગે વેંચી મારતા શનિવારે કચ્છ એક્સપ્રેસના રખડી પડેલા યાત્રીઓએ ગાંધીધામ રેલવે સ્ટૅશને હોબાળો મચાવ્યો હતો. એઆરએમ સહિતના અધિકારીઓ દોડી આવ્યા બાદ છ વાર ચેઈન પુલીંગ અને આરપીએફ,પોલીસ સાથે લાંબા વિવાદ બાદ આખરે એક કલાક મોડી ટ્રેન ઉપડી હતી.
૫૦ થી વધુ યાત્રીકોને ટિકીટ કન્ફર્મ થયાનો એસએમએસ મળી ગયો હતો
ભુજ-બ્રાન્દ્રા કચ્છ એક્સપ્રેસ ગાંધીધામ રેલવે સ્ટૅશને પહોંચી ત્યારે કન્ફર્મ ટીકીટ લઈ ઉભેલા મુસાફરોને કોચજ ન દેખાતા મુંઝવણમાં મુકાઇ ગયા હતા. બાબત એમ બની કે મુંબઈથી આવતી વખતે ત્યાંથી થ્રી ટાયર એસીના બે વધુ કોચ લાગવાના હતા.જે મુજબથી ટીકીટૉનું વેંચાણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ મુંબઈથી કોઇ કારણોસર વધારાનો એકજ કોચ લગાડી ટ્રેન રવાના કરાતા અને તેનું અપડૅટ વેબમાં ન કરાતા ૫૦ થી વધુ યાત્રીકોને ટિકીટ કન્ફર્મ થયાનો એસએમએસ મળી ગયો હતો. પરંતુ તે આખો કોચ જ ન આવ્યો હોવાની જાણ થતા તમામ યાત્રીકો વિફર્યા હતા અને તેમની પાસે રહેલી કન્ફર્મ ટીકીટ પર સીટ આપવાની માંગ કરી હતી.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો