‘કેપીટી બાકી રહી ગયેલા કર્મીઓને તાકીદે પ્લોટ ફાળવે’, ડેપ્યુટી ચેરમેને મિટિંગ યોજી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કંડલા પોર્ટ ટ્રસ્ટના ડેપ્યુટી ચેરમેને પોર્ટ સંલગ્ન બે યુનિયનના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજી રજૂઆત સાંભળી
- કંડલા પોર્ટ એન્ડ ડોક એસસી-એસટી એમ્પ્લોઇઝ યુનિયને પોર્ટને લગતા મુદ્દા ઉપર રજૂઆત કરી

ગાંધીધામ : કંડલા પોર્ટ ટ્રસ્ટ બાકી રહી ગયેલા તમામ કર્મચારી-કામદારોને તાત્કાલિક પ્લોટ ફાળવે તે સહિતની વિવિધ રજૂઆતો કંડલા પોર્ટ એસસી-એસટી યુનિયને કેપીટીના ડેપ્યુટી ચેરમેન સાથેની મીટિંગમાં કરીને પગલાં ભરવા માગણી કરતાં અધિકારીએ યોગ્ય ન્યાય અપાવવા ખાતરી આપી હતી.

કંડલા પોર્ટ એસસી-એસટી યુનિયન દ્વારા કંડલા પોર્ટના ડેપ્યુટી ચેરમેન આલોકસિંઘ સાથે કેપીટીના વિવિધ અધિકારીઓની હાજરીમાં પડતર મુદ્દા અંગે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં યુનિયન દ્વારા કંડલા પોર્ટ ટ્રસ્ટના બાકી રહી ગયેલા તમામ કર્મચારી, કામદારને તાત્કાલિક પ્લોટ ફાળવે તેવી માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કરવામાં આવેલી અન્ય રજૂઆતોમાં કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત સ્માર્ટ સિટીના નિર્માણમાં ગાંધીધામમાં રહેતા પછાત વર્ગના પરિવાર અને એસસી-એસટીના પરિવારોને રહેણાક ફાળવવા, વાડીનાર પોર્ટ કોલોનીમાં રહેતા કર્મચારીઓને પીવાલાયક પાણીની તકલીફ દૂર કરવા, વાડીનાર કંડલા અને ગોપાલપુરી પોર્ટ કોલોનીમાં મકાનોની મરંમત કરી રહેવા લાયક સુવિધા આપવા એસસી-એસટી કર્મચારીની ખાલી પડેલી (બેકલોગ)ની જગ્યા ભરવા રજૂઆત કરવામાં આવી હતી.
આ બેઠકમાં અન્ય રજૂઆતમાં સીધી ભરતીમાં એસસી-એસટીને થતા અન્યાય દૂર કરવા, કંડલા પોર્ટ પોર્ટ પ્રશાસન-એસસી-એસટી કામદાર વેલફેર ફંડની રચના કરવા, નોકરી દરમિયાન ગુજરી ગયેલા કર્મચારી-કામદારના વારસદારને નોકરી આપવા, દલિત સમાજ માટે રહેણાક, સ્મશાન અને સમાજવાડી માટે ગાંધીધામ સંકુલમાં જમીન ફાળવવા સહિતની રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં યુનિયનના પ્રમુખ વાલજીભાઇ દનિચાની આગેવાની હેઠળ કરસનભાઇ ધુઆ, કે.એચ. કન્નડ, ગજેન્દ્ર પ્રસાદ વગેરે જોડાયા હતા. ડેપ્યુટી ચેરમેન આલોકસિંઘે આ રજૂઆત સાંભળી યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી હતી.
કેપીકેએસ યુનિયને પ્રાથમિક સુવિધા ઊભી કરવા પર ભાર મુક્યો
કંડલા પોર્ટ કર્મચારી સંઘ અને કેપીટીના ઉપાધ્યક્ષ વચ્ચે ગુરુવારે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કામદારોના વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ પ્રશ્નો ઉકેલવા ઉપાધ્યક્ષે ખાતરી આપી હતી. આ બેઠકમાં મુખ્યત્વે યુનિયને કામદારોને કાર્યસ્થળ પર સુવિધાઓ મળવી જોઇએ તે પૂરી પાડવામાં આવતી નથી. તેમાં બધા કાર્યાલયોમાં સારું ફર્નિચર, આધૂનિક સુવિધાઓ, શૌચાલયની સુવિધા માટે યોગ્ય વિભાગોને ઘટતું કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત પોર્ટના કર્મચારીઓને હોસ્પિટલમાં સારી સુવિધા, દવાનું વિતરણ વગેરેનું પણ આયોજન કરવા માગણી કરી હતી.
નોકરી દરમિયાન ગુજરી ગયેલા કામદારોના વારસદારોને સરકારી નિયમ પ્રમાણે નોકરી આપવી, પ્રમોશન સમય મર્યાદા આપવા, પોર્ટના ડ્રાફ્ટ લોંચ ટગ વગેરેની મરંમત અને નવા લોંચ ટગ સમયમર્યાદામાં ખરીદવાની પણ રજૂઆત કરી હતી. વળી કામદારોને હકીકતમાં ઓવર ટાઇમનું જે ભુગતાન તાત્કાલિક થાય અને જે-તે કર્મચારીને કામના ભારણના આધારે ઓવરટાઇમ મળે તે માટે પણ રજૂઆત કરી હતી. કંડલા પોર્ટના કાર્યરત કામદારો અને પેન્શન મેળવી રહેલા કામદારોને આધાર કાર્ડ બનાવવા માટે પ્રશાસન પોતે પ્રયત્ન કરશે.
15/8 પહેલાં બધા કામદારોને પેન્શન મેળવા કર્મચારીઓના બેંક ખાતાઓ આધાર કાર્ડ સાથે જોડી શકાય. આ બેઠકમાં યુનિયનના પ્રમુખ મોહનભાઇ આસવાણીની આગેવાની હેઠળ કે.સી. આયંગર, નારી રામદાસાણી, કિરીટ ધોળકિયા, શોભના નાયર વગેરે જોડાયા હતા.