તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ: છરીની અણીએ દુષ્કર્મનો પ્રયાસ, લોકોએ પથ્થર ઉપાડી લેતાં બન્ને ભાગ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ:ગાંધીધામ-આદિપુરના અમુક અંતરીયાળ એવા સુના માર્ગો પર એકાંતમાં ઉભેલાં પ્રેમી-પંખીડાઓને રંજાડતા રોમીયોના ત્રાસની ચારેક ઘટનાઓએ આવા પ્રેમી-પંખીડાઓ માટે આફત સર્જી છે. બે બનાવોમાં તો યુવતીની શારીરિક રંજાડ સુધ્ધાં થતાં મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચવાની સંભાવનાઓ ઉભી થઇ હતી, જો કે બાદમાં બધું શાંત પડી ગયું અને પોલીસ ચોપડે કાંઇ ચડ્યું નહોતુ઼.
બે દિવસ પહેલાં, શુક્રવારની મોડી સાંજે રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં એક બનાવ બનતાં જાગૃત લોકોની હિંમતના કારણે એક યુવતી સાથે દુષ્કર્મ થતું અટક્યું હતું. સુત્રોની માહિતી અનુસાર શૂક્રવારે મોડી સાંજના ભાગે એક યુવતી અને બે યુવકો દોડતા જોઇ લોકોને આશ્ચર્ય થયું હતું એટલે કોઇએ તેમને ઉભા રાખી ડરીને કેમ ભાગો છો એમ પુછતાં આ યુવાનોએ જે કેફીયત રજુ કરી તેથી ઉપસ્થિતોમાં ઉચાટ ફેલાયો હતો. યુવાનોના કહેવા અનુસાર, તેઓ એકબીજાને પ્રેમ કરતા હોઇ, આ એકાંતવાળી જગ્યાએ ઉભા હતા, બે યુવતીઓ હતી અને બે યુવકો હતા.
ઉભેલા યુવકો અને યુવતીઓ પૈકી એક યુવતીને ખેંચીને ઝાડીઓમાં લઇ ગયા હતા
દરમ્યાન, બે અન્ય યુવાનો ત્યાં ધસી આવ્યા હતા અને દુર-દુર ઉભેલા યુવકો અને યુવતીઓ પૈકી એક યુવતીને ખેંચીને ઝાડીઓમાં લઇ ગયા હતા જેથી ભયવશ આ લોકો મદદ માટે બહાર આવી ભાગી રહ્યા હતા. આ પછી ત્યાં એકઠા થયેલા લોકોએ મોબાઇલની લાઇટો ચાલુ કરી, યુવકોએ જગ્યા બતાવી ત્યાં તપાસ કરતાં, બે યુવકો યુવતીને મારપીટ કરી, તેની સાથે અડપલાં કરતા નજરે ચડ્યા હતા, લોકોએ તેમને પડકારતા આ યુવકો પૈકી એકે છરી કાઢી યુવતીના ગળા પર રાખી, બધાને ત્યાંથી ચાલ્યા જવા હુકમ ફરમાવ્યો હતો
પથ્થરો હાથમાં ઉઠાવી લેતાં આ બન્ને ડરી ગયા હતા
પરંતુ લોકોએ પથ્થરો હાથમાં ઉઠાવી લેતાં આ બન્ને ડરી ગયા હતા અને યુવતીને ધક્કો મારી પાડી દઇ બનને શખ્સો ઝાડીઓમાં ઓઝલ થઇ ગયા હતા, લોકોએ તેમનો પીછો કર્યો હતો પરંતુ પેટ્રોલપંપની બાજુમાં જ પોતાની બાઇક પર સવાર થઇ આ શખ્સો નાસી ગયા હતા અને ઝડપી શકાયા નહોતા. આ પછી લોકોએ ભોગ બનનાર યુવતીને શાંત પાડી, બન્ને યુવકો અને યુવતીઓને સમજાવી ત્યાંથી રવાના કર્યા હતા. આ મામલો પોલીસ સુધી પહોંચે એમ હતું પરંતુ પાછળથી સબંધોની હકિકત સામે આવી જવાના ભયે પોલીસની એન્ટ્રી પડી નહોતી.
અગાઉ પણ આવો જ બનાવ બનતા રહી ગયો હતો
સુત્રોની માહિતી અનુસાર આ પ્રકારનો આ ચોથો બનાવ સામે આવ્યો છે, તાજેતરમાં ઓમ સીનેપ્લેક્ષની પાછળની ઝાડીઓમાં પણ એક યુવતી ત્યાં પોતાના મિત્ર સાથે એકાંતમાં ઉભી હતી ત્યારે આ જ રીતે બે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને તેમણે પણ છરીની અણીએ યુવકને ત્યાંજ ઉભો રાખી, એક શખ્સ યુવતીને બાવળની ઝાડીઓમાં ઢસડી ગયો હતો અને યુવતીના કપડા ફાડી નાખ્યા હતા પરંતુ એ જ વખતે સર્વીસ રોડ પરથી પસાર થતી કારના ચાલકે શંકાના કારણે કાર એ તરફ લેતાં દુષ્કર્મ આચરવા માગતા શખ્સો ત્યાંથી ભાગ્યા હતા અને યુવતી ક્ષોભજનક સ્થિતિમાં ઉગરી ગઇ હતી. આ પ્રકારની ઘટનાઓના પગલે, લોકોમાં રોષની લાગણી ફેલાઇ રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો