પશ્ચિમ કચ્છમાં 24 કલાકમાં 5 યુવાન કાળનો કોળિયો બન્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દયાપર: લખપત તાલુકાના બરંદાથી દોલતપર જતા હાઇવે માર્ગ પર સોમવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં બનેલા માર્ગ અકસ્માતના બનાવમાં હાઇવે માર્ગ પર ઉમેલી ભેંસ સાથે બાઇક ભટકાતાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય બે જણાને સામન્ય ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે દયાપર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

 સારણથી જુલરાઇ વચ્ચેના રોડ પર બરંદાથી મોટર સાયકલ પર ત્રીપલ સવારીમાં આવી રહેલા યુવાનોનું બાઇક ભેંસ સાથે અથડાતાં જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે રહેતા સંજય ગોવિંદભાઇ અદવાણી (ઉ.વ.25)ને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને સારવાર નસીબ થાય તે પૂર્વે જ મોત આંબી ગયું હતું
 
જ્યારે ખીમજી વિરાભાઇ પરમાર (ઉ.વ.60) તથા ગૌતમ વિશ્રામ સોલંકી (ઉ.વ.27)ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી બન્ને ઇજાગ્રસ્તોને દયાપર સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનનારા પાણી પૂરવઠાના ચાલતા ટાંકા બનાવવાના કામમાં ખાનગી કોન્ટ્રાકટર પાસે સેન્ટ્રીંગ તેમજ કડિયા કામ જેવી મજુરીનું કામ કરતા હતા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને 108ના ઇએમટી જબરદાન ગઢવી ત.મજ પાયલોટ કિરીટ ગોસ્વામીએ પ્રાથમિક સારવાર આપી હતી.
 
અન્ય સમાચારો પણ છે...