1971માં કરાચી સુધી પહોંચેલા શહીદનો પરિવાર જીવે છે આ સ્થિતિમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી : માંડવીના શૂરવિર સિપાહી સ્વ. શિવુભા પઢિયારે સેનામાં પોતાની બહાદુરી બદલ પાંચ-પાંચ મેડલ્સ મેળવ્યા હતા. પણ આજે 100 વારના એક પ્લોટ માટે તેમનો પરિવાર તલસી રહ્યો છે. શિવુભાનો પરિવર રહેણાંક માટે મંજૂર થયેલો આ પ્લોટ માટે છેલ્લા 29 વર્ષમાં 88 અરજી કરી ચૂકયો છે અને હજુ ભાડાના મકાનમાં હાલાકી ભોવી રહ્યો છે.
 
શહીદ શિવુભાને 5 મેડલ મળ્યા હતા
 
1965માં સેનામાં ભરતી થયેલા સ્વ. શિવુભા પઢિયાર 71ની લડાઇમાં બાંગલાદેશથી કરાચી સુધી પહોંચી જનારા ગ્રેનેડીયર દળમાં સામિલ હતા. જમણા પગમાં ગોળી વાગવા છતાં શૂરવિરતાપૂર્વક લડ્યા અને સંગ્રામ મેડલ, પશ્ચિમી સ્ટાર, સત્ય સેવા મેડલ, સ્વાતંત્ર મેડલ અને દીર્ઘ સેવા મેડલ એમ 5 મેડલ 17 વર્ષની જ્વલંત કારકિર્દીમાં મેળવી ચૂક્યા હતા.
 
1971માં કરાચી સુધી પહોંચેલા દળમાં હતા
 
1982માં નિવૃત્ત થયા બાદ માજી સૈનિકને મળતા લાભો માટે જબલેશ્વર કોલોની પાસે રહેણાક માટે પ્લોટ મેળવવા મહેસુલ વિભાગને 88માં અરજી કરી પરંતુ 2005માં તેમનું નિધન થયું ત્યાં સુધી સરકારે તેમની માંગ પર વિચાર સુદ્ધાં ન કર્યો.
 
હજુ ભાડાના મકાનમાં હાલાકી ભોગવી રહ્યો છે.
 
માંડલીયા શેરીમાં રહેતાં તેમના વિધવા વિજયાબા પરિવારના 9 સદસ્યો- બે પુત્રો અને તેમનો પરિવાર નાનું-મોટું કામ કરીને ગુજરાન ચલાવી જર્જરિત ભાડાના મકાનમાં રહે છે. છેલ્લાં 29 વર્ષથી તેઓ આ હાલાકી ભોગવી રહ્યાં છે. આ વખતે આઝાદી દીને આ સૈનિક પરિવારની હાલાકીમાંથી ‘આઝાદી’ થાય તે માટે જિલ્લા કલેક્ટર દરમિયાનગીરી કરે તેવી તેમની લાગણી છે.
 
અન્ય સમાચારો પણ છે...