તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ભુજમાં મોદીની સભાથી કચ્છમાં અભેદ કિલ્લેબંધી: 914 જવાનો તૈનાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે ચુંટણીપ્રચાર સભા સંબોધવા કચ્છ આવી રહ્યા છે. મોદી કચ્છ કુળદેવી આશાપુરા માના સ્થાનક માતાનામઢમાં આશાપુરામાંને શીશ ઝુકાવી ચૂંટણી અભિયાનની શરૂઆત કરી ભુજમાં જનસભા સંબોધશે. ત્યારે પીએમની મુલાકાતને લઇ કચ્છમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી અભેધ કિલ્લેબંધી કરી દેવાઇ છે. કુલ 914 જેટલા પોલીસ જવાનોને સુરક્ષા કાફલામાં તૈનાત કરાયા છે.


તો પીએમની મુલાકાતને લઇ નલિયા એરફોર્સ મથક, માતાનામઢ અને ભુજમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવા સાથે કચ્છની દરિયાઇ અને જમીની સરહદે પણ બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીએ પણ સલામતીને અનુલક્ષી સતર્કતા વધારી દીધી છે. લાલન કોલેજનો રોડ સુરક્ષા કારણોસર બંધ રહેવાનો હોવાના લીધે સામાન્ય લોકોને ભાનુશાલીનગર સામેના ભાગેથી પ્રવેશ કરી શકસે. 

 

 3 જિલ્લાની પોલીસ સુરક્ષા બંદોબસ્ત સંભાળશે


પીએમના સુરક્ષા બંદોબસ્ત માટે કચ્છ ઉપરાંત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી પોલીસ જવાનોને ફરજ સોંપાઇ છે.વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 4 આઇપીએસ, 8 ડીવાયએસપી, 18 પીઆઇ, 42 પીએસઆઇ તેમજ એએસઆઇ, કોન્સ્ટેબલ, મહિલા પોલીસ સહિત કુલ્લ 914 પોલીસકર્મી સુરક્ષાની કામગીરી સંભાળશે.


રવિવારે સાંજે સુરક્ષા બંદોબસ્તનું  કરાયું રિહર્સલ


જનસભા સંબોધવા આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોનવે ભુજ એરપોર્ટથી હીલગાર્ડન રીંગરોડ, જયનગર પાટિયા પાસેથી થઇ લાલન કોલેજના ગ્રાઉન્ડમાં પહોંચશે. ત્યારે પીએમના સુરક્ષા બંદોબસ્ત અને કોનવેનું રવિવારે સાંજે રિહર્સલ કરાયું હતું. સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કચાશ ન રહી જાય તે માટે સબંધીતોને સૃચના પણ આપવામાં આવી હતી.

 

વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

 

 

અન્ય સમાચારો પણ છે...