તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંઠાની સુરક્ષા માટે માછીમારોની જાગૃતતા મહત્વપૂર્ણઃ SP ભાવના પટેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ: સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કચ્છના કાંઠાએ સુરક્ષા કવચને મજબુત કરવા અને તે માટે માછીમારોમાં જાગૃતતા લાવવા ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત માછીમારોના લાભાર્થે ફ્રિ મેડિકલ કેમ્પ અને શિક્ષણ જાગૃતિનું આયોજન પણ કરાયું હતું. પુર્વ કચ્છના એસપી ભાવના પટેલે ઉપસ્થિત રહી કચ્છની દરિયાઈ સુરક્ષા માટે માછીમારોનું જાગૃત હોવુએ મહત્વપુર્ણ હોવનું જણાવ્યું હતું.
રાજ્યના ગૃહ વિભાગના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કોસ્ટલ સિક્યુરીટીને સઘન બનાવવાના ભાગરૂપે માછીમારો અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સબંધો કેળવાય તે આશય સાથે રવિવારે ફિશરમેન અવેરનેશ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં કંડલા, તુણા, વંડી, સંઘડ, રામપર, વીરા, ખારીરોહર, નાની ચિરઈ સહિતના વિસ્તારોનાં માછીમારો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવના પટેલે માછીમારોને સચેત રહી દરિયામાં કોઇ પણ શંકાસ્પદ હિલચાલ થાય, આંતકવાદી પ્રવૃતિ કે ઈમરજન્સી સમયે કોસ્ટલ સિક્યુરીટી ટોલ ફ્રી નં 1093 પર જાણ કરવા જણાવ્યું હતું.
તેમણે ઈન્ટરનેશનલ લાઈન ક્રોશ ન કરવા, દેશનો ધ્વજ બોટ પર ફરકાવવા, જીપીએસ સિસ્ટમ હંમેશા ચાલુ રાખવા પણ જણાવ્યું હતું.ફિશરમેન મેડિકલ કેમ્પમાં ડો. ભરત બલદાણીયા, ડો. ચિરાગ સુથાર, ડો. ખીમજી ચૌધરીએ માછીમારો અને તેમના પરિવારના સભ્યોને મેડિકલ સેવાઓ આપી નિ:શુલ્ક દવાનું વિતરણ કર્યું હતું. આજ સંદર્ભે આયોજીત પ્રોઢ શિક્ષણનાં કાર્યક્રમમાં શિક્ષણાધિકારી આર.એન.ચાવડાએ અભ્યાસ અંગે માહિતી આપી પુસ્તક વિતરણ કરી શિક્ષણની મહત્વતા સમજાવી હતી. કાર્યક્રમના અંતે તુણા આઉટ પોસ્ટ ખાતે પોલીસ અધિક્ષક દ્વારા વૃક્ષારોપણ પણ કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો