તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુદ્ધ થાય તો માંડવીના વૃદ્ધ ઉપયોગી થવા તત્પર, ’65ના વોરમાં લશ્કરને કરી હતી મદદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી:કચ્છના અટપટા ક્રીક વિસ્તારમાં 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે માંડવીના શિવજી ભુદા ફોફિંડી તત્કાલીન પાઇલોટ તરીકે દરિયાઇ લોન્ચમાં ગનર તરીકે ફરજ બજાવી ભારતીય જળસેનાને મદદરૂપ બન્યા હતા. ઉરી ખાતે થયેલા હુમલા બાદ હાલ જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે,
ત્યારે તેમણે માંડવી મરીન પોલીસને પત્ર લખી આજે પણ યુદ્ધની પરિસ્થિતિમાં ભારતીય સેનાને મદદરૂપ થવા ખુમારી બતાવી છે. તેઓ આજની તારીખે પણ યુવાનો જેવી સ્ફૂર્તિ અને દરિયાઇ વિસ્તારનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી તેમણે દેશસેવા માટે તત્પરતા બતાવી છે.
અન્ય સમાચારો પણ છે...