નાની ચીરઇમાં પતિના મિત્રે ત્યક્તાનું શારીરિક-આર્થિક શોષણ કરતાં ચકચાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લગ્નની લાલચે સંબંધ બાંધી ગર્ભવતી બનાવી 2.35 લાખ પણ પડાવી લીધા
- પૈસા પરત કરવાના સમયે જ હાથ ઉંચા કરી લેતાં મહિલાઓ ફરિયાદ નોંધાવી
ગાંધીધામ : ભચાઉ તાલુકાના નાની ચીરઇ ગામે રહેતી પરિણીતાને પતિ છોડીને ચાલ્યો જતાં પતિના મિત્રે જ પ્રથમ તેની સાથે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ સમયગાળા દરમિયાન જરૂરિયાત હોવાથી તેની પાસેથી 2.35 લાખની રોકડ પણ લીધી હતી. બાદમાં લગ્ન અને પૈસા પરત કરવાનો સમય આવતાંની સાથે જ યુવકે હાથ ઉંચા કરી લેતાં નોંધારી બની ગયેલી ત્યક્તાએ અંતે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પતિના મિત્રે જ ત્યક્તા સાથે કરેલાં કૃત્યથી ભચાઉ પંથકમાં ચોમેર હવસખોર સામે ફિટકારની લાગણી વરસી રહી છે.

ભચાઉ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જીતુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, 31 વર્ષની પરિણીતા સાથે આજથી ચાર માસ પૂર્વે બનાવ બનેલો છે. મહિલાના રામ પટેલ નામના શખ્સ સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન તેના ઘરે પુત્રનો પણ જન્મ થયો હતો, જે હાલ 14 વર્ષનો છે. તેવામાં પતિ-પત્નીને વચ્ચે એકાદ વર્ષથી ચાલતા ખટરાગને કારણે અંતે છેલ્લા થોડા સમયથી પતિ તેને છોડી દઇ બિહાર ચાલ્યો ગયો છે. આ વાતની જાણ નવી ચીરઇમાં રહેતા રોહિત કરસન વાઘેલાને જાણ થતાં તેને નજીદીકિયાં વધારી દીધી હતી.
ધીમે-ધીમે બન્ને વચ્ચે સંબંધો સારા થતાં ઘરે આવન-જાવનનો વ્યવહાર પણ શરૂ થયો હતો. આ દરમિયાન રોહિતને મનમાં વાસનાનો કિડો સળવળ્યો હતો અને તેને પરિણીતાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન હવસખોર રોહિતને પૈસાની જરૂરિયાત ઊભી થતાં તેને મહિલાને પૈસાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પતિ વિના નોંધારી બની ગયેલી મહિલા પણ વિશ્વાસમાં આવી ગઇ હતી અને પતિના મિત્રને 2.35 લાખ પણ આપ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે લગ્ન કરવાનું નક્કી પણ થયું હતું, પરંતુ બાદમાં પોતાનું કામ પતી જતાં હાથ અદ્ધર કરી દીધા હતા. અંતે મહિલાએ પોલીસમાં આરોપી રોહિત વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

મારે પત્ની છે તારી સાથે લગ્ન કેમ કરવા
ભોગ બનનારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, બે માસનો ગર્ભ રહી ગયો હોવાથી લગ્ન કરી લેવા જણાવ્યું હતું. આ સમયે આરોપી રોહિત વાઘેલાએ મહિલાને મારે પત્ની છે, તારી સાથે લગ્ન કેમ કરવા તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દઇ તરછોડી દીધી છે.
અન્ય સમાચારો પણ છે...