તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામમાં સમાજવાદી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી સામે અનશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: ગાંધીધામ મામલતદાર કચેરીમાં કથિત થઇ રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે સમાજવાદી પાર્ટી દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાશનકાર્ડ, બીપીએલ કાર્ડ સહિતના મુદ્દે પણ લોકોને હાલાકી પડી રહી છે, તેવા સંજોગોમાં કચેરીના સંબંધિત કર્મચારીની યાદી કામકાજનો સમય વગેરે જણાવતી માહિતી પણ જાહેર જનતાને વંચાય તે રીતે મુકવા માગણી કરવામાં આવી છે.

- કથિત ભ્રષ્ટાચાર સામે આંદોલનનું રણશિંગુ ફુંકતી સ.પાર્ટી
- કર્મચારીની યાદી મુકી તેના કામનો સમય જણાવો

મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ નવા કઢાવવાથી માંડીને મતદાર યાદી વગેરેની કામગીરી અંગે અવારનવાર પ્રશ્નો ઉભા થતા હોય છે. દિવ્યાંગોના બીપીએલ રેશનકાર્ડ બનાવવામાં આવકના દાખલામાં આવક મર્યાદા, દિવ્યાંગો જે નીરાધાર છે તેને કલેક્ટરમાંથી અપાતી ગ્રાન્ટમાં વધારો કરવા, ઇન્દીરાગાંધી વય વંદના સહાયમાં વધારો કરવા સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી.

આ બાબતે પગલા પણ ભરવા માગણી કરવામાં આવી હતી. આવક-જાતિના દાખલા ઉપરાંત વિધવા, નિરાધાર કે સ્થળાંતર કરેલ બીપીએલના લાભાર્થીઓને રેશનકાર્ડ આપવામાં ન આવતાં કચેરીની અંદર અને બહારના કર્મચારીઓ દ્વારા ઉઘરાણા કરવાનો આક્ષેપ તથા એડીવીટીના સેન્ટરના ઓપરેટરો દ્વારા વધુ રકમની માગણી કરવાના વિરોધના મુદ્દે આજે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. 
અન્ય સમાચારો પણ છે...