હાર્દિક પટેલ કચ્છમાં આઠ જાહેરસભાને સંબોધશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:  અનામત આપવાની માગ સાથે લડત ચલાવી રહેલા પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ ચાલુ માસના અંતિમ સપ્તાહમાં કચ્છની બે દિવસીય મુલાકાતે આવશે. આ પ્રવાસ  દરમિયાન તે આઠ જાહેરસભાને સંબોધશે.
 
પાટીદારોને અનામત આપવાની માંગ બુલંદ બનાવવા માટે તા. 26 અને 27/3ના કચ્છનો પ્રવાસ કરનારા પાસના કન્વીનર ભુજ, અંજાર, માંડવી અને નખત્રાણા તાલુકામાં સભામાં વક્તવ્ય આપશે. રાજ્યના દરેક જિલ્લાના કન્વીનરો પણ હાજરી આપશે. આયોજનને આખરી ઓપ આપવા પટેલ ચોવીસીના ગામોમાં ખાટલા બેઠક અને મીટિંગોનો દોર શરૂ થયો છે, તેમ પાટીદાર અનામત આંદોલન સમિતિ કચ્છના જીતેન્દ્ર પટેલની યાદીમાં જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...