- ગાંધીધામમાં પ્રૌઢ સાથે નવતર પ્રકારની ઠગાઇ, વેબસાઇટની ભૂલને કારણે બધી જ ડિટેઇલ આપી દેવાઇ
ગાંધીધામ : ગાંધીધામના સપનાનગરમાં રહેતા પ્રૌઢ સાથે એક નવતર પ્રકારે જ વિશ્વાસઘાતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં આધેડે વતનમાં જવા ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી, પરંતુ આ ટિકિટ કેન્સલ કરાવવાની થતાં ભૂલથી અન્ય વેબસાઇટમાં કેન્સલ કરાવવા માટે તમામ ડિટેઇલ્સ પૂરી પાડી દીધી હતી, જેના પગલે કર્ણાટકના શખ્સે એકાઉન્ટમાંથી 1.15 લાખની રોકડ રકમ ઉપાડી લીધી હતી.
બી ડિવિઝનના ઇન્સ્પેક્ટર એસ.એમ. વારોતરિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, શહેરના સપનાનગરમાં રહેતા આલોકભાઇ બ્રહ્મશંકરભાઇ દીક્ષિત (53) ઝોનની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેણે વડોદરા વતન જવાનું હોવાથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી હતી, પરંતુ અચાનક જ વહેલું જવાનું થતાં એડવાન્સમાં લીધેલી ટિકિટ કેન્સલ કરાવવી પડે તેમ હતી, જેથી ઓનલાઇન કેન્સલ કરાવતા હતા, ત્યારે ભૂલથી બોગસ વેબસાઇટ ખોલી નાખી હતી, પ્રૌઢ સાથે ટિકિટના રિફન્ડના પૈસા બેંકમાં જમા કરાવવા તમામ ડિટેઇલ્સ વેબસાઇટ મારફતે કર્ણાટકની સહારા ઓટો લીંકના બક્ષીકુમાર સ્વામીએ મેળવી લીધી હતી.