• Gujarati News
  • National
  • Gujarat State Occupation Were Distraught People, Congress Gave A Memorandum To The Collector

ગુજરાતમાં કુ:શાસનથી લોકો થયા ત્રસ્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એલાન અનુસાર સમગ્ર રાજ્ય સાથે ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા તેમજ ચૂંટણી પહેલાં આપેલા વાયદાઓ પ્રમાણે વર્તવા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
Paragraph Filter
- રાજ્યની સાથે ભુજમાં પણ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
આવેદનપત્રમાં કરાયેલા આક્ષેપ મુજબ છેલ્લા દોઢ દાયકાથી ગુજરાતમાં દુ:શાસનથી ભાજપ સરકારે વિકાસના નામે વિનાશ કર્યો છે, જેના કારણે વિકાસના નામે થઇ રહેલા નાટકથી લોકો ત્રાસ્યા છે. ખેડૂતોના આત્મહત્યાના બનાવો, ખાતરના કાળા બજાર, મૂડીપતિ અને બિલ્ડરોને કાયદા, યુવાનોને રોજગારીમાં અન્યાય, ભાડા વધારા, મોંઘવારી, નર્મદા કેનાલમાં ગેરરીતિ, લૂંટ-બળાત્કાર, વેપારીઓની હત્યા, દલિતો-વંચિતોને સાંથણીની જમીનોમાં અન્યાય, 50 લાખ મકાન બનાવવા ઠગારી જાહેરાત, શિક્ષણનું વેપારીકરણ, ખાણ-ખનિજમાં ભ્રષ્ટાચાર, સહકારી ક્ષેત્રોમાં રાજકરણ, દારૂનું દૂષણ, નોકરીમાં ફિક્સ પગારના નામે શોષણ આ તમામ મુદ્દે ભાજપની ગુજરાત સરકારના મુખ્યમંત્રીને યાદ અપાવવા અને અમલવારી કરવા આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

જિલ્લા પ્રમુખ નવલસિંહ જાડેજા, આદમ ચાકી, પ્રદેશ કોંગ્રેસ એસ.સી. ડિપા.ના કન્વીનર પ્રીતિબેન પ્રિયદર્શની, નરેશ મહેશ્વરી, બકુલભાઇ ઠાકોર, કમશ્રીબેન ગઢવી, દેવરાજ મ્યાત્રા, અમીરઅલી લોઢિયા, પી.સી. ગઢવી, જગદીશ ઠક્કર, અશરફ સૈયદ, રમેશ ધોળુ, રાજેશ ત્રિવેદી, રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, એવું પ્રવક્તા ઘનશ્યામસિંહ ભાટીની યાદીમાં જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે ભુજ ઉપરાંત અંજારમાં પણ રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેવું જણાવાયું હતું.
PI પીઢ રાજકારણીને ઓળખ્યા જ નહીં
કચ્છ કોંગ્રેેસ ભાજપ સરકારની ગત વર્ષની નિષ્ફળતાનું આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે દર વખતની જેમ મોટી સંખ્યામાં પોલીસ ખડકાઈ ગઈ હતી. કોંગ્રેસીઓને રોકતાં સંકુલમાં બી ડિવિઝનના પી.આઈ. દેસાઈએ પૂર્વ પ્રદેશ મહામંત્રી આદમ ચાકીને એક બાજુ થવા જણાવતાં ઉશ્કેરાઈ ગયા હતા. એક તબક્કે અગ્રણીઓને વચ્ચે પડવું પડ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...